પાટણ: જિલ્લાના સિદ્ધપુર તાલુકાના ગાગલાસણ ગામે આવેલી એક ફેક્ટરીમાંથી સિદ્ધપુર પોલિસે બાતમીને આધારે રેડ કરી જુગારધામ ઝડપી પાડ્યું હતું. જેમાં પોલીસે અગિયાર ઇસમોને રોકડ તેમજ જુગારના સહિત્યો મળી કુલ રૂપિયા 84,400ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પાટણના ગાગલાસણમાં ઓઇલ ફેક્ટરીમાંથી જુગારધામું ઝડપાયું - Siddhpur police
પાટણના સિદ્ધપુર તાલુકાના ગાગલાસણ ગામે આવેલી એક ફેક્ટરીમાંથી સિદ્ધપુર પોલિસે બાતમીને આધારે રેડ કરી જુગારધામ ઝડપી પાડ્યું હતું. જેમાં પોલીસે અગિયાર ઇસમોને રોકડ સહિત કુલ રૂપિયા 84,400ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
gambling den was seized from an oil factory
ગાગલાસણ રોડ પર આવેલી દિનેશ ઓઈલ મિલ નામની ફેક્ટરીમાં કેટલાંક ઈસમો લોકડાઉનમાં પણ પોતાના અંગત ફાયદામાટે જુગાર રમી રહ્યાં હોવાની બાતમી સિદ્ધપુર પોલીસને મળતા પોલિસે આ ફેક્ટરી પર રેડ કરતા જુગાર રમી રહેલા ગાગલાસણ ગામનાં 11 વ્યક્તિઓને રોકડ તેમજ જુગારના સહિત્યો મળી કુલ રૂપિયા 84,400ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ તેઓની વિરુદ્ધ જુગારધારા કલમ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે પોલિસની રેડને પગલે અન્ય જુગારીયોમાં ફફડાટ વ્યાપ્યો છે.