પાટણઃ શહેર સહિત જિલ્લામાં કોરોનાની મહામારીએ માજા મૂકી છે અને તેના અજગરી ભરડામાં રોજેરોજ લોકો સપડાઈ રહ્યા છે. શુક્રવારે 14 પોઝિટિવ કેસ નોંધાયા બાદ શનિવારે વધુ 8 કેસ પ્રકાશમાં આવ્યા છે. જેમાં પાટણ શહેરમાં 4 ચાણસ્મા તાલુકાના ખોરસમમાં 1, મણિપુરમાં 1, સિદ્ધપુરમાં 1 અને સાંતલપુર તાલુકાના ગાંજીસરમાં 1 નો સમાવેશ થાય છે. વધુ 8 કેસ સાથે જિલ્લામાં કોરોના પોઝિટિવની સંખ્યા 251 થઈ છે. જ્યારે શહેરમા કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 117 થઈ છે.
પાટણમાં કોરોનાના વધુ 8 કેસ નોંધાયા, કુલ આંક 251 થયો - Number of Gujarat Coros
પાટણ શહેરમાં કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યુ છે. જ્યારે શહેરમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 117 અને જિલ્લામાં વધુ 8 કેસ નોંધાતા કુલ આંકડો 251 પર પહોંચ્યો છે.
પાટણ શહેરમાં શનિવારે નોંધાયેલા 4 કેસમાં મદારશામાં 50 વર્ષીય પુરુષ, પારેવા સર્કલ પાસે આવેલી વિશ્વ ધામ સોસાયટીમાં 22 વર્ષીય યુવતી, ટેલિફોન એક્સચેન્જ રોડ પર આવેલા શીશ બંગલોઝમાં 21 વર્ષીય પુરુષ અને સી. કે એસ્ટ્રેટ સોસાયટીમાં 41 વર્ષીય પુરુષ આ તમામ દર્દીઓએ અમદાવાદની ખાનગી લેબમાં ટેસ્ટ સેમ્પલ આપી રીપોર્ટ કઢાવતા કોરોના પોઝિટિવ આવ્યો છે અને હાલમાં અમદાવાદ ખાતે ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
આ ઉપરાંત ચાણસ્મા તાલુકાના ખોરસમ ગામે લીંબડી વાસમાં રહેતા 64 વર્ષીય વૃદ્ધ, મણિપુર ગામે 30 વર્ષીય પુરુષ, સિદ્ધપુર શહેરની સવગુણ નગર સોસાયટીમાં 23 વર્ષીય પુરુષ અને સાંતલપુર તાલુકાના ગાંજીસર ગામે 42 વર્ષીય પુરુષ કોરોના ગ્રસ્ત બન્યા છે.