ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટણ જિલ્લામાં કોરોનાના વધુ 21 કેસ નોંધાયા, કુલ આંક 966 થયો - Corona virus patients of patan

પાટણ જિલ્લામાં મંગળવારે કોરોના પોઝિટિવ 21 કેસ સામે આવતા જિલ્લામાં કુલ સંક્રમિત નો આંક 966 ઉપર પહોંચ્યો છે જ્યારે પાટણ શહેરમાં વધુ 6 કોરોના પોઝિટિવ કેસ સાથે કુલ આંક 413 થયો છે.

પાટણ જિલ્લામાં વધુ 21 કેસ નોંધાતા કોરોના પોઝિટિવ કેસનો આંક 966 થયો
પાટણ જિલ્લામાં વધુ 21 કેસ નોંધાતા કોરોના પોઝિટિવ કેસનો આંક 966 થયો

By

Published : Aug 11, 2020, 11:01 PM IST

પાટણ: પાટણ શહેરમાં મંગળવારે 6 કોરોના કેસ નોંધાયા છે. આ 6 કેસમાં યશધામ ફ્લેટ, તિરુપતિનગર, માતંગી સોસાયટી,નાગરવાડો, રાજનગર સોસાયટી અને મોતીસા દરવાજા ખાતે 1-1 કેસ નોંધાયો છે. આ ઉપરાંત ચાણસ્મા તાલુકાના ખોરસમ,ધીણોજ તેમજ ચાણસ્મા શહેરમાં પણ 1-1 કેસ નોંધાયો છે.

પાટણ જિલ્લામાં વધુ 21 કેસ નોંધાતા કોરોના પોઝિટિવ કેસનો આંક 966 થયો

જ્યારે રાધનપુર શહેરમાં 2, સિદ્ધપુર તાલુકાના માધુપુરા,મેળોજ, લુખાસણમાં 1-1 કેસ અને સિદ્ધપુર શહેરમાં 2 કેસ નોંધાયા છે. જ્યારે હારીજ તાલુકાના નાણા ગામે 1 કેસ, સરસ્વતી તાલુકાના આધાર ગામે 2 કેસ તેમજ શંખેશ્વરમાં 1 કેસ નોંધાયો છે.

શંખેશ્વર તાલુકાના સીપુર ગામના 55 વર્ષીય શખ્સનું ધારપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થતાં જિલ્લાનો કુલ મૃત્યુઆંક 59 થયો છે. કોરોનાને માત આપી અત્યાર સુધીમાં 754 દર્દીઓ સ્વસ્થ થતા તેઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details