ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટણઃ રૂપિયાની લેતીદેતી મામલે મિત્રએ મિત્રની હત્યા કરી, પોલીસે 2 દિવસમાં ઉકેલ્યો ભેદ - પાટણમાં ગુનાનું પ્રમાણ

પાટણ તાલુકાના બાલીસણા ગામની સીમમાં તળાવની ઝાડી-ઝાખરામાંથી 2 દિવસ અગાઉ ઊંઝાના જમીન દલાલનો મૃતદેહ મળી આવ્યો હતો. જેને લઈને અનેક રહસ્યો સર્જાયા હતા, પરંતુ પાટણ SOG પોલીસે ગણતરીના દિવસોમાં જ હત્યાનો ભેદ ઉકેલી 2 આરોપીની ધરપકડ કરી છે. પ્રાથમિત પૂછપરછમાં નાણાકીય લેવડ-દેવડમાં મિત્રોએ જ હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે.

રૂપિયાની લેતીદેતી મામલે મિત્રએ મિત્રની હત્યા કરી, પોલીસે 2 દિવસમાં ઉકેલ્યો ભેદ
રૂપિયાની લેતીદેતી મામલે મિત્રએ મિત્રની હત્યા કરી, પોલીસે 2 દિવસમાં ઉકેલ્યો ભેદ

By

Published : Nov 15, 2020, 1:37 AM IST

  • પાટણ પોલીસે હત્યાનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલ્યો
  • હત્યાનો ભેદ ઉકેલવા પોલીસે અલગ-અલગ ટીમો બનાવી હતી
  • પોલીસે હત્યાનો ભેદ ઉકેલવા ટેકનિકલ સર્વેલન્સની મદદ લીધી હતી
    રૂપિયાની લેતીદેતી મામલે મિત્રએ મિત્રની હત્યા કરી, પોલીસે 2 દિવસમાં ઉકેલ્યો ભેદ

પાટણઃ ઊંઝાના જમીન દલાલ ઠાકોર વિષ્ણુજી ગલાબજીની 12 નવેમ્બરના રોજ હત્યા કરવામાં આવી હતી. જેનો મૃતદેહ બાલીસણા ગામની સીમમાં તળાવની ઝાડીઓમાંથી મળી આવ્યો હતો. આ હત્યાનો ભેદ ઉકેલવા પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષય રાજ મકવાણાના માર્ગદર્શન હેઠળ પોલીસની વિવિધ ટીમો તપાસમાં લાગી હતી. જેમાં પોલીસને સફળતા મળી છે.

રૂપિયાની લેવડ-દેવડ મામલે હત્યા કરવામાં આવી હતી

પોલીસે રૂપિયાની લેવડ-દેવડ મામલે ઝીણવટ ભરી તપાસ હાથ ધરી હતી. જેમાં ટેકનિકલ સર્વેલન્સ ઇ-ગુજકોપ અને પોકેટ કોપ મોબાઈલની મદદથી બાતમી મળી હતી કે, ઠાકોર રસિકજી અમથાજી તથા ઠાકોર સોમાજી રમણજીએ 6 લાખ રૂપિયાની લેવડ-દેવડ મામલે ઠાકોર વિષ્ણુજી ગલાબજીની હત્યા કરી છે. જેથી પોલીસે આ બન્ને આરોપીની ધરપકડ કરી હતી. ત્યારબાદ પુછપરછમાં ઠાકોર રસિકજી અને સોમાજીએ હત્યાની કબૂલાત કરી હતી. જેથી પોલીસે બન્ને આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details