- પાટણમાં મોડી રાત્રે રેડીમેડ કપડાની દુકાનમાં લાગી આગ
- અગમ્ય કારણોસર બંધ દુકાનમાં લાગી આગ
- નગરપાલિકાની ફાયર ટીમે 2 કલાકની જહેમત બાદ આગ પર મેળવ્યો કાબૂ
- આગને પગલે દુકાનદારને 50 લાખથી વધુનું નુકસાન પાટણમાં રેડીમેડ કપડાની દુકાનમાં લાગી આગ
પાટણઃ શહેરમાં જનતા હોસ્પિટલ રોડ ઉપર આવેલી પિન્ક એન્ડ બ્લૂ નામની રેડીમેડ કાપડની દુકાનમાં સોમવારે મોડી રાત્રે કોઇ અગમ્ય કારણોસર આગ ભભૂકી ઉઠી હતી. આ આગની જ્વાળાઓ અને ધુમાડા આકાશને આંબતા આસપાસના રહીશો દોડી આવ્યા હતા અને દુકાનદારને જાણ કરાતાં દુકાનદાર પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. તો બીજી તરફ નગરપાલિકાને જાણ કરાતાં નગરપાલિકાની ફાયર ટીમ તાત્કાલિક દોડી આવી હતી અને આગ પર પાણીનો મારો ચલાવી 2 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આ આગ દુર્ઘટનામાં પગલે દુકાનનો તમામ સરસામાન બળીને ખાખ થયો હતો. જેથી દુકાનદારને આશરે 50 લાખથી વધુનું નુકસાન થયું છે.