- પાટણ SOG પોલીસે વધુ એક બોગસ તબીબને ઝડપી
- બાસ્પા ગામેથી ડિગ્રી વગરનો તબીબ ઝડપાયો
- પોલીસે દવાઓ, ઇન્જેક્શ મળી કુલ 6,552નો મુદ્દામાલ કબ્જે કર્યો
પાટણ : રાજ્ય સહિત જિલ્લામાં પણ કોરોના મહામારી વચ્ચે કેટલાય ડિગ્રી વગરના તબીબોએ પોતાની હાટડીઓ ચાલુ કરીને લોકોને દવાના નામે ખંખેર્યા છે. આવા ઊંટવૈદોના કારણે કેટલાય લોકોએ જીવ પણ ગુમાવ્યા છે. વધુ એક ડિગ્રી વગરનો ડૉક્ટર પાટણ જિલ્લાના હારીજ તાલુકાના બાસ્પા ગામમાંથી મળી આવ્યો છે.
આ પણ વાંચો : મહેસાણા જિલ્લામાં વધુ 2 નકલી ડોક્ટર મળી પક્ડાયા
SOG પોલીસે 6,552નો મુદ્દામાલ કબ્જે કર્યો
બાસ્પા ગામે આવેલી દુકાનમાં કોઈ પણ જાતના મેડિકલ ડિગ્રી કે સર્ટિફિકેટ વગર કોરોના મહામારીમાં લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતો મેડિકલ ડિગ્રી વગરનો તબીબ પટેલ મહેશ કાંતિભાઈને પાટણ SOG પોલીસે બાતમીના આધારે રંગે હાથ ઝડપી લઈને મેડિકલના સાધનો દવાઓ, ઇન્જેક્શન, સીરપ મળી કુલ રૂપિયા 6,552નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો : Fake doctors: બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાંથી નકલી ડોક્ટર ઝડપાયા
બોગસ તબીબોમાં ફફડાટ ફેલાયો
કોરોના મહામારી વચ્ચે લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા બોગસ ડૉક્ટરને પાટણ SOG પોલીસે ઝડપી લેતા ડિગ્રી વગર ખાનગીમાં દવાખાના ચલાવતા બોગસ તબીબોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.