- પાટણ સિવિલમાં 10 બેડનું અદ્યતન ડાયાલીસીસ સેન્ટર તૈયાર
- આગામી એક સપ્તાહમાં દર્દીઓ માટે સેવા શરૂ કરાશે
- અંદાજે એક કરોડના ખર્ચે ડાયાલિસિસ સેન્ટર કરાયું તૈયાર
- ડાયાલિસિસ સેન્ટરમાં બે નર્સ, બે ટેક્નિશિયન અને બે સર્વન્ટ ફરજ બજાવશે
પાટણ: સરકારની આયુષ્યમાન યોજના અંતર્ગત અમદાવાદની આઈ.કે.ડી. કિડની હોસ્પિટલના સહયોગથી પાટણ સિવિલ હોસ્પિટલ ખાતે અંદાજે રૂપિયા એક કરોડના ખર્ચે ડાયાલિસિસ સેન્ટર તૈયાર કરવામાં આવ્યું છે. સિવિલ હોસ્પિટલના ડાયાલિસિસ સેન્ટર ખાતે હાલમાં 10 ડાયાલિસિસ મશીન 10 બેડની વ્યવસ્થા ઉપલબ્દ્ધ બનાવવામાં આવી છે.
અઠવાડિયામાં એક વખત નેફ્રોલોજીસ્ટ ડોક્ટર દર્દીઓને તપાસશે
આ અદ્યતન ડાયાલિસિસ વોર્ડ માટે બે નર્સિંગ સ્ટાફ બે ડાયાલિસિસ ટેકનિશિયન બેસ્ટ સર્વન્ટ ફરજ બજાવશે. તો એક નિષ્ણાત નેફ્રોલોજીસ્ટ તબીબ અઠવાડિયામાં એક દિવસ આ વોર્ડની મુલાકાત લેશે. અત્રે ઉલ્લેખનીય છે કે, કિડનીની બીમારીવાળા દર્દીઓનું સૌપ્રથમ સમગ્ર શરીરનું ચેકઅપ અમદાવાદ કિડની હોસ્પિટલ ખાતે કરવામાં આવશે. ડાયાલિસિસની પ્રથમ સાયકલ અમદાવાદ ખાતે કર્યા બાદ બાકીની સારવાર અને ડાયાલિસિસ સાયકલો જનરલ હોસ્પિટલ પાટણના નવીન ડાયાલિસિસ સેન્ટરમાં કરવામાં આવશે.