પાટણ: કોરોના મહામારીને લઇ તહેવારોની ઉજવણી પર ગ્રહણ લાગ્યું છે. તેમ છતાં પાટણની ધર્મમય પરાયણ ધર્મપરાયણ જનતા શ્રદ્ધા અને ભક્તિ સાથે તહેવારોની ઉજવણી કરે છે. શીતળા સાતમના દિવસે ઠંડુ આરોગવાનો રિવાજ અને પરંપરા હિન્દુ સમાજમાં સદીઓથી ચાલતી આવી રહી છે. રાંધણ છઠની રસોઈ માટે જરૂરી સામગ્રી લેવા માટે લોકોની ભીડ બજારોમાં નજરે પડે છે.
પાટણમાં શાકભાજીની ખરીદી કરવા મહિલાઓ ઉમટી - રાંધણ છઠ
રાંધણ છઠ્ઠના દિવસે પાટણમાં શાકભાજીની લારીઓ ઉપર ખરીદી કરવા મોટી સંખ્યામાં મહિલાઓ ઉમટી હતી. દર વર્ષ કરતાં આ વર્ષે શાકભાજીની દરેક વસ્તુઓના ભાવમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો.
તહેવારોની ઉજવણીમાં પાટણની જનતામાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કોરોના સંક્રમણ વચ્ચે પણ પાટણ શહેરની મહિલાઓ રાંધણ છઠના દિવસે તેમના રસોડામાં વિભિન્ન પ્રકારની વાનગીઓ બનાવવા માટે જરૂરી શાકભાજીની ખરીદી માટે શહેરની બજારોમાં ઉમટી હતી. આ વર્ષે શાકભાજીની દરેક વસ્તુઓના ભાવમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, પાટણના વિવિધ શાક માર્કેટમા સોશિયલ ડિસ્ટન્સનો અભાવ પણ જોવા મળ્યો હતો. ચાલુ વર્ષે શાકભાજીની દરેક વસ્તુમાં ગત વર્ષની સરખામણીએ દરેક વસ્તુમાં 20 ટકા સુધીનો વધારો જોવા મળ્યો હતો.