- પાટણ નગરપાલિકાના બોર ઓપરેટર દાઝ્યો
- GEBપાસેના પંપીંગ સ્ટેશનમાં રીપેરીંગ દરમિયાન શોર્ટ સર્કિટ થતા બોર ઓપરેટર દાઝ્યો
- હાથ અને મોઢાના ભાગે ગંભીર રીતે દાઝી જતા સારવાર અર્થે મહેસાણા રીફર કરાયો
પાટણ: નગરપાલિકા સંચાલિત ફિલ્ટર પ્લાન્ટ અને પમ્પીંગ સ્ટેશનોની જાળવણીનું કામ કરતાં કોન્ટ્રાકટર આજે GEB પાસેના પમ્પીંગ સ્ટેશન પર રીપેરીંગ કામ દરમિયાન વીજકરંટથી દાઝી જતાં સારવાર અર્થે મહેસાણાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
આ પણ વાંચો:ભરૂચ રેલ્વે યાર્ડમાં વિરાર મેમુ ટ્રેનના ડબ્બા પર યુવાનને વીજ કરંટ લાગતા દાઝ્યો
જાવેદભાઇ દાઉઆને પાટણની જનતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા
પાટણ નગરપાલિકાના GEB સબસ્ટેશન પમ્પીંગ સ્ટેશનમાં યાંત્રિક ખામી સર્જાતા કોન્ટ્રાકટર જાવેદભાઇ દાઉઆ આજે રીપેરીંગ કરવા ગયા હતા અને મોટર પેનલ બોર્ડમાં રીપેરીંગ કરી રહ્યા હતા તે સમયે શોર્ટસર્કિટ થતાં ધડાકો થયો હતો. આ સમયે જાવેદભાઇ મોઢા અને હાથના ભાગે ગંભીર રીતે દાઝી જતાં તેઓને તાત્કાલિક સારવાર અર્થે પાટણની જનતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. ગંભીર રીતે દાઝી ગયેલા બોર ઓપરેટરને જનતા હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે મહેસાણાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.