- પાટણમાં કોરોના કાળ વચ્ચે કલેકટરના હુકમથી ખાનગી ડોક્ટર સામે ગુનો નોંધાયો
- વહીવટી તંત્રના અધિકારીઓએ હોસ્પિટલમાં ઓચિંંતી તપાસ હાથ ધરી
- હોસ્પિટલમાં દાખલ દર્દીઓ અને ઈન્જેક્શનની ફાળવણીમાં ઘટ જણાતા ફરિયાદ નોંધાઈ
પાટણઃ જિલ્લામાં રેમડેસીવીર ઈન્જેક્શનની અછત સર્જાતા જિલ્લા કલેકટર દ્વારા ઓનલાઇન પોર્ટલ બનાવી ખાનગી હોસ્પિટલોના ડોક્ટરોને સરળતાથી ઈન્જેકશન મળી રહે તે માટેની વ્યવસ્થા ગોઠવી હતી, જેમાં પાટણની 25 ખાનગી હોસ્પિટલોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આમાં દેવભૂમિ હાર્ટ એન્ડ મેડિકલ હોસ્પિટલનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો અને આ હોસ્પિટલમાં ડોક્ટર દ્વારા કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર કરવામાં આવે છે.
આ પણ વાંચોઃપાલનપુર શહેરમાં રેમડેસીવીર ઈન્જેકશનની કાળાબજારી
સરકારમાંથી મેળવેલા ઈન્જેક્શન દર્દીઓને જ આપ્યા છે: ડો. કાનજી રબારી
પાટણમાં હોસ્પિટલના ડોક્ટર કાનજી રબારીએ ઓનલાઈન પોર્ટલ દ્વારા દર્દીઓ માટે રેમડેસીવીર ઈન્જેક્શનની માગ કરી હતી, જેની ફાળવણી પણ કરવામાં આવી હતી. ત્યારે સોમવારે અધિકારીઓએ હોસ્પિટલમાં ઓચિંતી તપાસ કરતાં ફાળવેલા ઈન્જેક્શન અને દર્દીઓની સંખ્યામાં ઘટ જણાતા આ અંગેનો રિપોર્ટ તપાસ અધિકારીએ જિલ્લા કલેક્ટરને કર્યો હતો. આ અંગે કલેક્ટરે હોસ્પિટલની તપાસ કરનારા અધિકારીને હોસ્પિટલના તબીબ સામે છેતરપિંડીનો ગુનો નોંધાવા હુકમ કરાતા પાટણ બી ડિવિઝન પોલીસમથકે તપાસ અધિકારીએ તબીબ સામે ગુનો નોંધાવતા ખાનગી હોસ્પિટલોના તબીબોમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે.
આ પણ વાંચોઃસુરતમાં રેમડેસીવીર ઇન્જેક્શન મેળવવા એક અઠવાડિયાથી લાગી રહી છે લાંબી લાઈન