ગુજરાત

gujarat

ETV Bharat / state

થેલેસેમિયા ગ્રસ્ત બાળકને વિના ખર્ચે થયું બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ અને મળ્યું જીવતદાન - ખાનગી હોસ્પિટલોમાં ઓપરેશન

પાટણમાં નગરપાલિકાના ફાયર વિભાગમાં(Municipal fire department in Patan) કામ કરતા કર્મચારીના દીકરાને થેલેસેમીયાની બીમારી હતી. આ ગંભીર બીમારીમાં દર મહિને લોહીની ઉણપ થતા લોહી ચડાવવું પડ્તું હતું. જેમાં બોનમેરો ટ્રાન્સપ્લાન્ટનો પ્રથમ કિસ્સો સામે આવ્યો છે. આ સરકારી યોજના થકી આ બાળકનું સફળ રીતે આ ઓપરેશન શક્ય થઇ શક્યું છે.

થેલેસેમિયા ગ્રસ્ત બાળકને વિના ખર્ચે થયું બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ અને મળ્યું જીવતદાન
થેલેસેમિયા ગ્રસ્ત બાળકને વિના ખર્ચે થયું બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ અને મળ્યું જીવતદાન

By

Published : Jul 20, 2022, 5:51 PM IST

પાટણ: નગરપાલિકાના ફાયર વિભાગમાં કામ કરતા કર્મચારીને મધ્યમ વર્ગીય પરિવાર છે. જેનો પુત્ર જન્મથી જ થેલેસેમિયાની મેજર બીમારીથી(Disease of Thalassemia) પીડાતો હતો. જેની સારવારને લઈ પરિવાર અત્યંત ચિંતિત હતો. રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલ(Asarwa Civil Hospital Ahmedabad) થેલેસેમિયા ગ્રસ્ત આ બાળકના શરીરમાં તેના નાનાભાઈનું બોનમેરો ટ્રાન્સપ્લાન્ટની સફળ સર્જરી(Bone marrow transplant surgery) વિનામૂલ્ય કરી જીવનદાન આપતા આ પરિવારમાં ખુશીની લાગણી ફેલાઈ છે.

આ પણ વાંચો:મુખ્યપ્રધાન દ્વારા 'મોતિયા અંધત્વ મુક્ત ગુજરાત' અભિયાનનો પ્રારંભ, કેન્દ્ર સરકારે 750 કરોડની કરી ફાળવણી

દર મહિને આ બાળકને બે બોટલ લોહી ચઢાવવું પડતું હતું -પાટણ નગરપાલિકાના ફાયર વિભાગમાં હંગામી કર્મચારી તરીકે ફરજ બજાવતા ભરતના દીકરાને જન્મથી જ થેલેસેમિયાની ગંભીર બીમારી હતી. જેથી દર મહિને આ બાળકને એક બે બોટલ લોહી ચઢાવવું પડતું હતું. જેમ જેમ તેમની ઉંમર વધતી ગઈ તેમ તેમ લોહી ચડાવવાની બોટલોની સંખ્યામાં પણ વધારો થતો ગયો હતો. આ બાળકની સારવારને લઈને પરિવાર ખૂબ ચિંતા જ હતો.

પરિવાર આર્થિક પરિસ્થિતિ નબળી હતી -મધ્યમ વર્ગીય આ પરિવારને દર મહિને પુત્રની સારવારનો ખર્ચ પરવડે તેમ ન હતો આથી તેઓએ રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમની જાણકારી મેળવી હતી. RBSKના તબીબો દ્વારા સમીરના ઓપરેશન માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી, પરંતુ કોરોના મહામારી તેમજ બાળકનું એ સમયનું વજન ઓછું હોવાને કારણે ઓપરેશન થઈ શક્યું ન હતું.

નાનાભાઈએ સ્ટેમસેલ્સ આપ્યું -બાળકના વજન વધારવા પર પૂરતું ધ્યાન આપ્યા બાદ આખરે ગત 3 મે 2022નારોજ અમદાવાદ અસરવામાં સિવિલ હોસ્પિટલમાં બાળકનું બોનમેરો ટ્રાન્સપ્લાન્ટનું સફળ ઓપરેશન કરવામાં આવ્યુ હતું. 9 વર્ષના આ બાળકને તેના 5 વર્ષના નાનાભાઈએ સ્ટેમસેલ્સ આપ્યું હતું. જેથી તેને પણ અનેક ટ્રીટમેન્ટમાંથી પસાર થવું પડ્યું હતું. અમદાવાદની અસરવા હોસ્પિટલના તબીબોની ટીમે થેલેસેમિયા ગ્રસ્ત બાળકનું સફળ ઓપરેશન કરી બાળકને નવું જીવન અપાયું હતું.

આ પણ વાંચો:કચ્છમાં કિડનીના રોગોનું પ્રમાણ વધારે, બિદડા સર્વોદય ટ્રસ્ટ દ્વારા બે દિવસમાં 27 ઓપરેશન વિનામૂલ્યે કરાયા

રાષ્ટીય બાળ સ્વાસ્થ્ય યોજના અમારા માટે બન્યું આશાનું કિરણ -થેલેસેમિયા ગ્રસ્ત બાળકના પિતા ભરતે જણાવ્યું હતું કે, ખાનગી હોસ્પિટલોમાં બાળકનું ઓપરેશન(Operation in private hospitals) કરાવવું એ અમારા માટે શક્ય ન હતું સરકારની રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય યોજના(National Child Health Program scheme) અમારા માટે આશાનું કિરણ સાબિત થઈ છે અમને આશા નહોતી કે અમારો દીકરો પણ સામાન્ય વ્યક્તિની જેમ જીવન જીવતો થઈ શકશે સરકારની આ યોજના થકી અમારા બાળકનું વિનામૂલ્યે ઓપરેશન કરવામાં આવ્યું છે અને હાલમાં બાળકની તબિયત સારી છે.

ABOUT THE AUTHOR

...view details