ગુજરાત

gujarat

ETV Bharat / state

રોટરી ક્લબના સ્થાપના દિવસ નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો - A blood donation camp was held on the occasion

સેવાકીય પ્રવૃત્તિઓમાં અગ્રેસર રહેતી રોટરી ક્લબ ઓફ પાટણના સ્થાપના દિવસ નિમિત્તે પાટણ રોટરી ક્લબ દ્વારા રક્તદાન શિબિર સહિત અનેક સેવાકીય કાર્યક્રમો યોજવામાં આવ્યા હતાં.

રોટરી કલબના સ્થાપના દિવસ નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો
રોટરી કલબના સ્થાપના દિવસ નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો

By

Published : Jul 1, 2020, 9:02 PM IST

પાટણ : 1 જૂલાઈ એટલે રોટરી ક્લબનો સ્થાપના દિવસ. આ દિવસે સમગ્ર વિશ્વમાં રોટરી ક્લબના નવા પ્રમુખ, મંત્રી અને હોદ્દેદારોની વરણી કરવામાં આવે છે. આ સાથે સાથે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે, ત્યારે રોટરી સ્થાપના દિવસ નિમિત્તે પાટણ રોટરી ક્લબ દ્વારા નવા પ્રમુખ, મંત્રી અને હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. સાથે સાથે વિવિધ સેવાકીય કાર્યો પણ કરવામાં આવ્યા હતા.

રક્તદાન શિબિર યોજાઇ :

  • 1લી જૂલાઇ એટલે રોટરી ક્લબનો સ્થાપના દિવસ
  • સ્થાપના દિવસ નિમિતે પ્રમુખ, મંત્રી અને હોદેદારોની વરણી કરાઇ
  • શહેરમાં રક્તદાન કેમ્પ યોજાયો
  • રક્તદાતાઓની મદદથી 30 યૂનિટ બ્લડ એકત્ર થયું
  • ક્લબે કોરોના મહામારીના પગલે મહત્વનો નિર્ણય લેતા દર્દીને 800 રૂપિયામાં અપાતુ લોહી 40 ટકાના ડિસ્કાઉન્ટ સાથે 500 રૂપિયામાં આપશે

શહેરના આધારા દરવાજા પાસે આવેલી ઊંચી શેરી ખાતે રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામા રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. આ કેમ્પમાં 30 યૂનિટ બ્લડ એકત્ર થયુ હતું. તો કોરોના મહામારીને ધ્યાને લઈ રોટરી કલબ દ્વારા મહોલ્લાના લોકોને માસ્કનું વિતરણ કરવામાં આવ્યુ હતું.

રોટરી કલબના સ્થાપના દિવસ નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો
રોટરી કલબ સંચાલિત એસ.કે.બ્લડ બેન્ક દ્વારા દર્દીઓ પાસેથી 800 રૂપિયા ચાર્જ લઈને બ્લડની સેવા આપવામાં આવતી હતી, ત્યારે હાલમાં ચાલી રહેલી કોરોના મહામારીને ધ્યાને લઈ બ્લડ સર્વિસ ચાર્જમાં 40 ટકાનો ઘટાડો આજથી કરવામાં આવ્યો છે. જેથી હવે પાટણ શહેર સહિત જિલ્લાના લોકોને 500 રૂપિયાના દરે બ્લડ સેવા રોટરી ક્લબ દ્વારા પુરી પાડવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details