ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટણ જિલ્લાનાં નાણા ગામે બેફામ કાર ચાલકે 6 વર્ષીય બાળકને અડફેટે લેતા મોત - patan crime news

પાટણ જિલ્લાનાં હારિજ તાલુકામાં આવેલા નાણા ગામે પોતાના સંબંધીઓ સાથે રસ્તા પર ચાલીને જઈ રહેલા 6 વર્ષીય બાળકને એક ફોરવ્હીલ કારે ટક્કર મારતા મોત નિપજ્યું હતું. અકસ્માત સર્જીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયેલા કાર ચાલક વિરૂદ્ધ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

હારીજના નાણા ગામે બેફામ કાર ચાલકે માસુમ બાળકને અડફેટે લેતા મોત
હારીજના નાણા ગામે બેફામ કાર ચાલકે માસુમ બાળકને અડફેટે લેતા મોત

By

Published : Jan 22, 2021, 10:04 AM IST

  • સંબંધીઓ બાળક સાથે ચાલતા ચાલતા જઈ રહ્યા હતા
  • પૂરપાટ ઝડપે આવેલી કારે 6 વર્ષના બાળકને અડફેટે લીધુ
  • અકસ્માત બાદ કાર ચાલક કાર મુકીને ઘટનાસ્થળેથી ફરાર

પાટણ: હારીજ તાલુકાના નાણા ગામે કારની ટક્કરે એક માસૂમ બાળકનું મોત થતાં હડકંપ મચી જવા પામી હતી. રોડ પર સંબંધી અને તેમનો પુત્ર ચાલતા જતાં હતાં. તે દરમિયાન કાર ચાલકે બેફામ ડ્રાઈવિંગ કરી તેને અડફેટે લેતા બાળકને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં તેને સારવાર અર્થે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજ્યું હતું.


દાદાની નજર સામે જ પૌત્રનું થયું મોત

હારીજ તાલુકાના નાણા ગામે રહેતા નરેશ જેગાજી ઠાકોર મજૂરી કરીને પરીવારનું ગુજરાન ચલાવે છે. મહોલ્લામાં બેસણું હોઈ તેઓ બેસણામાં હાજર હતા. આ દરમિયાન તેમના ફોઈ, ફુવા તથા માસૂમ બાળક સહદેવ સરસ્વતી નદીના ડીપમાંથી ચાલીને આવતા હતા. ત્યારે સેન્ટ્રો કારનાં ચાલકે રોડ ઉપર બેફામ રીતે આવીને બાળકને ટક્કર મારી હતી. જેને લઇ બાળકને માથાનાં ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડયો હતો. છ વર્ષના માસૂમ બાળકનું દાદાની સામે જ મોત થતાં પરિવારજનોમાં શોક છવાયો હતો.

અકસ્માતમાં મૃત્યુ પામનાર 6 વર્ષીય બાળક સહદેવ

પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી

અકસ્માતને પગલે ચાલક કાર મુકીને ફરાર થઈ ગયો હતો. ઘટનાને લઇને ગ્રામજનોએ ઉશ્કેરાઈને ગાડીની તોડફોડ પણ કરી હતી. તો પોલીસે મૃતક બાળકનાં મૃતદેહને પંચનામું કરી પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો. તો બીજી બાજુ કાર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details