ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટણમાં કોરોનાના વધુ 9 દર્દીઓએ કોરોનાને આપી માત - કોરોના વાઈરસ ન્યૂઝ

પાટણમાં કોરોના સામે જંગ લડી રહેલા 9 દર્દીઓેએ કોરોનાને માત આપી છે. આ નવ દર્દીઓ સ્વસ્થ થતાં બુધવારે તેમને રજા આપવામાં આવી છે.

patan, Etv Bharat
patan

By

Published : May 27, 2020, 10:46 PM IST

પાટણઃ શહેરના મોતીસા દરવાજા અને સમી ખાતે યુવાનના કોરોના પોઝિટિવ કેસ સામે આવતા જિલ્લામાં કુલ કેસોની સંખ્યા 73 થઈ છે. જ્યારે કોરોનાગ્રસ્ત સાગોડિયાના 3, ધારપુર હોસ્પિટલના એક તબીબ, બે નર્સિંગ સ્ટાફના સભ્યો તેમજ પાટણ શહેરના બે અને કાતરા સમાલ ગામનો એક દર્દીએ કોરોનાને માત આપી છે.

આ નવ દર્દીઓ સ્વસ્થ થતાં બુધવારે તેમને રજા આપવામાં આવી હતી. આમ જિલ્લામાં એકી બેકી સંખ્યામાં પોઝિટિવ કેસોની સામે સ્વસ્થ થનાર દર્દીઓની સંખ્યા છેલ્લા કેટલાક દિવસોથી વધતા જિલ્લાવાસીઓમાં રાહતની લાગણી જોવા મળી રહી છે.

પાટણ જિલ્લામાં બુધવારે વધુ બે કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં પાટણના મોતીસા દરવાજા વિસ્તારમાં રહેતા 43 વર્ષિય પટણી યુવાનને છેલ્લા બે દિવસથી કપ અને ખાંસી થતાં તેની તબિયત લથડી હતી. તેમને સારવાર અર્થે ધારપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.જેના ટેમ્પલ લેવામાં આવતા આજે કોરોના પોઝિટિવ આવ્યો હતો. જેને પગલે આરોગ્ય તંત્રએ મોતીસા વિસ્તારમાં જઈ સેનેટાઈઝરની કામગીરી હાથ ધરી હતી.

જ્યારે સમી ખાતે દિલ્હીથી આવેલ 25 વર્ષીય યુવાનને તાવ રહેતા તેના ટેસ્ટ સેમ્પલ લેવામાં આવ્યા હતા. જે પણ કોરોનાનો શિકાર બન્યો છે. સ્વસ્થ થનાર દર્દીઓ પૈકી સિદ્ધપુર ખાતે ડેન્ટલ કોલેજમા સારવાર લઈ રહેલા સરસ્વતી તાલુકાના સાગોડીયા ગામના ત્રણ દર્દીઓને રજા આપવામાં આવી હતી.ધારપુર સિવિલ હોસ્પિટલમાં કોરોના ગ્રસ્ત દર્દીઓની સારવાર દરમિયાન ચેપગ્રસ્ત બની ધારપુર સિવિલ હોસ્પિટલમાં જ સારવાર લઈ રહેલ મહિલા તબીબ અને નર્સીંગ સ્ટાફ ના બે સભ્યો, પાટણ શહેરના બે દર્દીઓ તેમજ કાતરા સમાલ ગામનો એક દર્દી મળી આજે કુલ નવ દર્દીઓએ કોરોનાને માત આપતા તેમને રજા આપવામાં આવી હતી.

આમ પાટણ જિલ્લામાં કુલ 73 પોઝિટિવ કેસોની સામે 57 દર્દીઓ સ્વસ્થ થયા છે. કોરોના પોઝિટિવ 5 દર્દીઓના મોત થયા છે. જ્યારે હાલમાં માત્ર જિલ્લાના 11 દર્દીઓ જ સારવાર હેઠળ છે.

ABOUT THE AUTHOR

...view details