ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટણમાં કોરોના બેકાબુ, વધુ આઠ કેસ નોંધાયા જ્યારે એક મહિલાનું મોત - patan corona case

પાટણ શહેર અને જિલ્લામાં કોરોનાનો કહેર દિવસે દિવસે વધી રહ્યો છે. જિલ્લામાં કુલ 165 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 21ના મોત થયા છે.

પાટણ
પાટણ

By

Published : Jun 26, 2020, 8:25 PM IST

પાટણ: શહેર અને જિલ્લામાં કોરોનાનો કહેર દિવસે દિવસે વધી રહ્યો છે. શુક્રવારે ધારપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલી મહિલાનું મોત થયું હતું. ત્યારે આજે જિલ્લામાં આઠ પોઝિટિવ કેસ નોંધાયા છે.

સતત વધી રહેલો મૃત્યુઆંક અને પોઝિટિવ દર્દીઓને લઇ કથળેલી આરોગ્ય સેવાઓ સામે લોકો સવાલો ઉઠાવી રહ્યા છે. કુલ 165 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 21ના મોત થયા છે.

પાટણમાં કોરોના બેકાબુ, વધુ આઠ કેસ નોંધાયા

પાટણ જિલ્લામાં શુક્રવારે નોંધાયેલા આઠ પોઝિટિવ કેસોમાં પાટણમા ત્રણ, શંખેશ્વરમાં બે,ચાણસ્મા, રણુંજ અને સિદ્ધપુરમાં એક-એક કેસ સામે આવ્યા છે. પાટણ શહેરમાં છીન્ડિયા દરવાજા નજીક આવેલી આસોપાલવ સોસાયટીમાં 59 વર્ષીય પુરુષ, સત્યમ નગર સોસાયટી માં 58 વર્ષીય પુરુષ તેમજ જીવનધારા સોસાયટીમાં 58 વર્ષીય પુરુષના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા છે. પાટણ શહેરમાં વધુ ત્રણ કેસ સાથે પોઝિટિવ દર્દીઓની સંખ્યા 76 થઈ છે.

પાટણમાં કોરોના બેકાબુ, વધુ આઠ કેસ નોંધાયા
આ ઉપરાંત શંખેશ્વરમાં પાર્શ્વનાથ સોસાયટીમાં 45 વર્ષીય પુરુષ અને 35 વર્ષીય મહિલા ,સિધ્ધપુરની ગણેશ નગર સોસાયટીમાં 49 વર્ષીય પુરુષ, ચાણસ્મામાં ખોડીયાર નગર સોસાયટીમાં 47 વર્ષીય પુરુષ અને રણુજ ગામે 67 વર્ષીય પુરુષ કોરોનાગ્રસ્ત બન્યા છે.

ધારપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા સરસ્વતી તાલુકાના જંગરાલ ગામની 58 વર્ષીય કોરોના ગ્રસ્ત મહિલાનું આજે સવારે મોત થયું હતું.

ABOUT THE AUTHOR

...view details