ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટણમાં જિલ્લા કક્ષાના 74મા આઝાદી પર્વની ઉજવણી કરાઈ

પાટણ પોલીસ હેડ ક્વાટર ખાતે જિલ્લા કક્ષાનો 74મો આઝાદી પર્વ કેબિનેટ પ્રધાન દિલીપ ઠાકોરના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. જેમાં કેબિનેટ પ્રધાને તિરંગો લહેરાવી સલામી આપી હતી.

પાટણમાં જિલ્લા કક્ષાના 74માં સ્વાતંત્ર દિનની ઉજવણી કરાઈ
પાટણમાં જિલ્લા કક્ષાના 74માં સ્વાતંત્ર દિનની ઉજવણી કરાઈ

By

Published : Aug 15, 2020, 7:41 PM IST

પાટણઃ જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે યોજાયેલા જિલ્લા કક્ષાના ધ્વજવંદન સમારોહના પ્રારંભમાં કેબિનેટ પ્રધાને તિરંગો લહેરાવી સલામી આપી હતી. ત્યારબાદ કોરોનાની મહામારીમાં પાટણ શહેરમાં કોરોના વોરિયર્સ તરીકે વિશિષ્ટ કામગીરી કરનારા પાટણના સેવાભાવી કાર્યકર ગોરધનભાઈ ઠક્કર કે જેમણે લોકડાઉન દરમિયાન 10 હજાર જેટલા જરૂરીયાતમંદ પરિવારોને દરરોજ બે ટાઈમ ભોજન અને ત્યારબાદ રાશનકીટનું વિતરણ કર્યું હતું તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.

પાટણમાં જિલ્લા કક્ષાના 74માં સ્વાતંત્ર દિનની ઉજવણી કરાઈ

આ ઉપરાંત રામ-રહીમ અન્નક્ષેત્રે પણ હોસ્પિટલોમાં દર્દીઓ અને જરૂરિયાતમંદોને ભોજન વ્યવસ્થા પુરી પાડી હતી, તે બદલ તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત આરોગ્ય, પોલીસ અને મહેસુલ તંત્રના અધિકારી કર્મચારીઓનું પણ કોરોના વોરિયર્સ તરીકે સન્માન કરવામાં આવ્યું હતું. રમત ગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ સિદ્ધિ હાંસલ કરનારા રમતવીરોને શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

પાટણમાં જિલ્લા કક્ષાના 74માં સ્વાતંત્ર દિનની ઉજવણી કરાઈ

આ પ્રસંગે કેબિનેટ પ્રધાન દિલીપ ઠાકોરે જણાવ્યું કે, ગુજરાતના સપૂત અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની કમાન સંભાળી છે ત્યારથી દેશના વિકાસની ગતિને બમણાં વેગથી આગળ વધારી છે. રામ મંદિરના વર્ષો જૂના પ્રશ્નનનો ઉકેલ લાવ્યા છે. તો કોરોનાની વૈશ્વિક મહામારીમાં વડાપ્રધાને લીધેલા લોકડાઉનના પગલાને દુનિયાના લોકોએ બિરદાવ્યું છે. લોકડાઉન બાદ દેશના વિકાસને આગળ ધપાવવા 20 લાખ કરોડનું આત્મનિર્ભર પેકેજ જાહેર કર્યું છે.

પાટણમાં જિલ્લા કક્ષાના 74માં સ્વાતંત્ર દિનની ઉજવણી કરાઈ

વધુમાં તેઓએ જણાવ્યું કે, આપત્તિને અવસરમાં બદલવાની ગુજરાતીઓની આગવી ઓળખ છે. કોરોના સામેની લડાઈ લાંબી ચાલી શકે તેમ છે. એટલા માટે રાજ્ય સરકાર રોજે-રોજ અસરકારક નિર્ણયો લઇ પ્રજાની સાથે ઊભી રહી છે. દરેક વ્યક્તિએ માસ્ક ફરજિયાત પહેરવું અને સ્વચ્છતા જાળવવા અનુરોધ કર્યો હતો. ધ્વજવંદન બાદ કેબિનેટ પ્રધાનના હસ્તે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

પાટણમાં જિલ્લા કક્ષાના 74માં સ્વાતંત્ર દિનની ઉજવણી કરાઈ

ABOUT THE AUTHOR

...view details