પાટણ:શહેરમાં કોરોના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે. શહેરમાં આજે વધુ છ કેસ પોઝિટિવ આવતા પાટણનો આંક 161 પર પહોંચ્યો છે. આ ઉપરાંત સિદ્ધપુરમાં પણ એક કેસ નોંધાતા જિલ્લાનો આંક 339 ઉપર પહોંચ્યો છે.
પાટણ શહેરમાં નોંધાયેલા છ કોરોના પોઝિટિવ કેસોમાં શહેરની વિશ્વધામ સોસાયટીમાં 34 વર્ષીય પુરુષ, લોટેશ્વર વિસ્તારમાં આવેલા પખાલીવાડામાં 72 વર્ષીય પુરુષ,સિધ્ધનાથ સોસાયટીમાં 55 વર્ષીય મહિલા, સારથી સ્ટેટસમાં 47 વર્ષીય પુરુષ, વ્રજ વિહાર સોસાયટીમાં 60 વર્ષીય પુરુષ અને મહાવીર નગર સોસાયટીમાં 42 વર્ષીય પુરુષનો સમાવેશ થાય છે.
પાટણમાં કોરોનાના વધુ 7 કેસ, જિલ્લાનો કુલ આંક 339 થયો - પાટણમાં કોરોના અપડેટ
શહેરમાં કોરોના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે. શહેરમાં આજે વધુ છ કેસ પોઝિટિવ અને સિદ્ધપુરમાં પણ એક કેસ નોંધાતા જિલ્લાનો આંક 339 ઉપર પહોંચ્યો છે.
પાટણ
સિદ્ધપુરની ઘનશ્યામ સોસાયટીમાં રહેતા 75 વર્ષીય પુરુષને શરીરમાં અશક્તિ જણાતા ટેસ્ટ સેમ્પલ લેતા રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. હાલમાં 188 ટેસ્ટ ટેમ્પલ પેન્ડિંગ છે, 50 દર્દીઓ હાલ કોરોના હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. 48 દર્દીઓ હોમ આઇસોલેશનમાં સારવાર હેઠળ છે જ્યારે 204 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થતા તેઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે અને 30 દર્દીઓના મોત થયા છે.