ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટણમાં ઉત્તરાયણ પર્વે મૃત્યુ પામેલા 68 પક્ષીઓની સ્મશાનયાત્રા નીકળી - ઘાતક દોરાથી મોતને ભેટેલા 68 પક્ષીઓ

પાટણ: ઉત્તરાયણ પર્વમાં પતંગના ઘાતક દોરાથી મોતને ભેટેલા 68 પક્ષીઓની અંતિમ યાત્રા શહેરના મુખ્ય માર્ગો પર જીવદયા પ્રેમીઓ દ્વારા કાઢવામાં આવી હતી. હાલોલમાં પતંગ ઉત્સવ દરમિયાન મૃત પામેલા 68 પક્ષીઓની સ્મશાનયાત્રા નીકળી હતી. જેમાં જોડાયેલા જીવદયા પ્રેમીઓ દ્વારા દુ:ખ અને આઘાતની લાગણી વ્યકત કરવામાં આવી હતી.

પાટણમાં ઉત્તરાયણ પર્વ પર મૃત 68 પક્ષીઓની સ્મશાનયાત્રા નીકળી
પાટણમાં ઉત્તરાયણ પર્વ પર મૃત 68 પક્ષીઓની સ્મશાનયાત્રા નીકળી

By

Published : Jan 16, 2020, 6:01 PM IST

પાટણમાં ઉત્તરાયણ પર્વ હર્ષોલ્લાસ સાથે ઉજવાયો હતો. જોકે આ હર્ષનો ઉત્સવ અબોલા પક્ષીઓ માટે ઘાતક સાબિત થયો હતો.પાટણમાં 68 જેટલા પક્ષીઓ કે જે પતંગના દોરાથી ઘવાતા મોતને ભેટ્યા હતા, તો 145 પક્ષીઓ ઘાયલ થયા હતા.પતંગના દોરાથી મોતને ભેટેલા પક્ષીઓની શહેરના રેલવે સ્ટેશન પાસેથી જીવદયા પ્રેમીઓ દ્વારા અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી.તહેવારની સાથે સાથે પક્ષીઓના જીવની પણ ચિંતા કરવાનો સંદેશો લોકોને આપ્યો હતો.

પાટણમાં ઉત્તરાયણ પર્વ પર મૃત 68 પક્ષીઓની સ્મશાનયાત્રા નીકળી

ત્યાર બાદ સરસ્વતી નદીના પટમાં તમામ મૃતક પક્ષીઓની અંતિમ વિધિ જીવદયા પ્રેમીઓ દ્વારા કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details