- પાટણમાં 65 કેસ પોઝિટિવ નોંધાયા
- જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દદીઓનો આંક 4852 પર પહોંચ્યો
- પાટણ શહેરમાં કોરોના પોઝિટિવ આંક 1548 પર પહોંચ્યો
પાટણ : શહેર સહિત જિલ્લામાં કોરોનાની બીજી લહેર બેકાબૂ બની આગાળ વધી રહી છે. સોમવારે જિલ્લામાં 65 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં પાટણ શહેરમાં કોરોનાનો વિસ્ફોટ થયો હોય તેમ એક જ દિવસમાં 18 કેસ નોંધાતામાં ખળભળાટ મચ્યો છે. પાટણમાં પોઝિટિવ દદીઓની દિન પ્રતિદિન વધી રહેલી સંખ્યાને કારણે વહીવટી તંત્ર પણ સક્યિ બન્યું છે.
આ પણ વાંચો -પાટણ જિલ્લામાં કોરોના વિસ્ફોટ: 55 કેસ પોઝિટિવ નોંધાયા
ક્યાં કેટલા કેસ નોંધાયા
પાટણ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં 1 , ચાણસ્મા શહેરમાં 1 અને તાલુકામાં 4, સરસ્વતી તાલુકામાં 4 , રાધનપુર શહેરમાં 5 અને તાલુકામાં 1, સમી શહેરમાં 1 અને તાલુબ્રમાં 5, હારીજ શહેરમાં 5 અને તાલુકામાં 1, શંખેશ્વર તાલુકામાં 2 અને વારાહીમાં 2 કેસ નોંધાયા છે. પાટણ જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવ દર્દીઓનો આંક 4852 ઉપર પહોંચ્યો છે. જ્યારે પાટણ શહેરમાં કુલ 1548 દદીઓ ઝપેટમાં આવ્યા છે, 319 શંકાસ્પદ દર્દીઓના રિપોર્ટ હાલ પેન્ડીંગ છે, જયારે કોરોના પોઝિટિવ 27 દદીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને 329 હોમ આઇસોલેશન છે.