પાટણઃ કોવિડ-19 સંક્રમણની શક્યતાઓ વચ્ચે સિદ્ધપુરની તમન્ના સોસાયટી ખાતે મુંબઈથી આવેલા શખ્સ અને તેના સંપર્કમાં આવેલા નેદ્રા ગામના 12 વ્યક્તિઓનો COVID-19 ટેસ્ટ પોઝિટિવ આવતાં ધારપુર જનરલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. જે પૈકી 53 વર્ષીય મહિલાને ગત તા.8 એપ્રિલના રોજ દાખલ કરવામાં આવી હતી. એક મહિનાની સારવાર બાદ COVID19 ટેસ્ટ નેગેટીવ આવતાં આ મહિલાને હોસ્પિટલ ખાતેથી ડિસ્ચાર્જ કરવામાં આવી છે.
કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા ધારપુર હોસ્પિટલમાંથી 24 કલાકમાં 6 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા - patan corona update
COVID-19 ટેસ્ટ નેગેટીવ આવતાં 07 મેના રોજ ડિસ્ચાર્જ કરવામાં આવેલા 5 દર્દીઓ મળી 24 કલાકમાં કુલ 6 દર્દીઓને ધારપુર જનરલ હોસ્પિટલ ખાતેથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જે પૈકી સિદ્ધપુર તાલુકાના નેદ્રા ગામની 53 વર્ષીય મહિલાએ એક મહિનાની લડત બાદ કોરોના વાઈરસને મ્હાત આપી છે. સારવાર બાદ COVID-19 ટેસ્ટ નેગેટીવ આવતાં આ મહિલાને હોસ્પિટલ ખાતેથી ડિસ્ચાર્જ કરવામાં આવી છે.
કોવિડ-19 નેગેટિવ આવતાં ધારપુર હોસ્પિટલમાંથી 24 કલાકમાં 6 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા
ગત રોજ મોડી સાંજે નેદ્રા ગામના 3 પુરૂષ અને 1 મહિલા દર્દી તથા ઉમરૂ ગામના 1 પુરૂષનો COVID-19 ટેસ્ટ નેગેટીવ આવતાં હોસ્પિટલમાંથી રજા આપવાની સાથે 24 કલાકમાં નેદ્રા ગામની મહિલા સહિત કુલ 06 દર્દીઓને હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જિલ્લામાં નોંધાયેલા COVID-19 પોઝિટિવ કેસ પૈકી હાલ ધારપુર જનરલ હોસ્પિટલ ખાતે COVID-19ના માત્ર 06 દર્દીઓ સારવાર હેઠળ છે.