ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટણમાં કોરોનાના નવા 6 કેસ નોંધાયા, કુલ કેસની સંખ્યા 94 થઇ - Corona virus

પાટણ શહેર અને જિલ્લામાં અનલોક 1મા કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. ગુરુવારે ત્રણ કેસ નોંધાયા બાદ શુક્રવારે વધુ 6 કેસ નોંધાયા છે. જેમાંથી પાટણ શહેરમાં 4 કેસ સામે આવતા કુલ 30 કેસ થયા છે, જ્યારે જિલ્લામાં કુલ 94 કેસ થયા છે.

6 new cases of corona were reported in Patan
પાટણમાં કોરોનાના 6 કેસ નવા નોંધાયા, કુલ કેસની સંખ્યા 94 થઇ

By

Published : Jun 5, 2020, 9:04 PM IST

પાટણ: શહેર અને જિલ્લામાં અનલોક 1મા કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. ગુરુવારે ત્રણ કેસ નોંધાયા બાદ શુક્રવારે વધુ 6 કેસ નોંધાયા છે. જેમાંથી પાટણ શહેરમાં 4 કેસ સામે આવતા કુલ 30 કેસ થયા છે, જ્યારે જિલ્લામાં કુલ 94 કેસ થયા છે.

પાટણમાં કોરોનાના 6 કેસ નવા નોંધાયા, કુલ કેસની સંખ્યા 94 થઇ

શહેરમાં આંખના એક તબીબની માતાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યાં બાદ શુક્રવારે તબીબ અને તેમની પત્નીનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે.

શુક્રવારે આવેલા 6 કેસોમાં 2 પુરુષ અને 4 મહિલાઓનો સમાવેશ થાય છે. શહેરનાં ટીબી ત્રણ રસ્તા પર આવેલી મારુતિ નગર સોસાયટીમાં રહેતા અને આંખની ખાનગી હોસ્પિટલ ધરાવતા ડો. નિખિલ ખમારની માતાનો ગુરુવારે કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમના સંપર્કમાં રહેલા તબીબ અને તેમની પત્ની નિયતિને પણ તાવ, ખાસી અને ગળામાં દુખાવાની તકલીફ જણાતા ટેસ્ટ સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેનો રિપોર્ટ શુક્રવારે પોઝિટિવ આવ્યો હતો.

પાટણમાં કોરોનાના 6 કેસ નવા નોંધાયા, કુલ કેસની સંખ્યા 94 થઇ

જ્યારે શહેરના રાજમહેલ રોડ ઉપર આવેલી સિધ્ધરાજ નગર સોસાયટીમાં રહેતા પટેલ શારદાબેનને તાવ, ખાંસી અને માથામાં દુખાવો તેમજ શહેરના દુખવાડામા રહેતા સોલંકી વાલીબેનને પણ તાવ ખાસી અને માથામાં દુઃખાવાની તકલીફ જણાતા રિપોર્ટ કરાવ્યો હતો, જે કોરોના પોઝિટિવ આવ્યો હતો.

પાટણમાં કોરોનાના 6 કેસ નવા નોંધાયા, કુલ કેસની સંખ્યા 94 થઇ

આ ઉપરાંત પાટણ તાલુકાના સંડેર ગામે 27 વર્ષીય યુવાનને તેમજ સિદ્ધપુર તાલુકાના મૂડાણા ગામે 62 વર્ષીય વૃદ્ધાને તાવ અને શ્વાસ લેવામાં તકલીફ જણાતા ટેસ્ટ સેમ્પલ લેવામાં આવ્યાં હતા. જે કોરોના પોઝિટિવ આવ્યા હતા.

જિલ્લામાં એક સાથે 6 કેસ પોઝિટિવ આવતા આરોગ્યની ટીમો જે તે વિસ્તારમાં દોડી ગઈ હતી અને સેનેટાઈઝની કામગીરી હાથ ધરી કોરોનાગ્રસ્ત ના સંપર્કમાં આવેલાઓને કોરેન્ટાઈન કરવાની કામગીરી હાથ ધરી હતી.

ABOUT THE AUTHOR

...view details