ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટણમાં ગુરુવારે વધુ 5 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

પાટણ શહેર સહિત જિલ્લામાં દિવસેને દિવસે કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધી રહી છે. ગુરુવારે વધુ પાંચ કેસ પોઝિટિવ નોંધાયા છે જેને લઇ શહેરમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 55 થઈ છે. જ્યારે પાટણ જિલ્લામાં પોઝિટિવ દર્દીઓની સંખ્યા 130 થવા પામી છે.

પાટણમાં ગુરુવારે વધુ 5 કોરોના કેસ નોંધાયા
પાટણમાં ગુરુવારે વધુ 5 કોરોના કેસ નોંધાયા

By

Published : Jun 18, 2020, 9:26 PM IST

પાટણ: ગુરુવારે નોંધાયેલા કોરોના પોઝિટિવ દર્દીઓમાં પાટણના મોતીશા વિસ્તારમાં આવેલ જકશિવાડામાં રહેતાં 62 વર્ષના પટણી વિનોદભાઈ તેમજ સોનીવાડા વિસ્તારમાં આવેલી ખેંજડાની પોળમાં રહેતી 70 વર્ષીય મહિલાને તાવ અને શ્વાસ લેવામાં તકલીફ જણાતા ધારપુર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી ટેસ્ટ સેમ્પલ લેવામાં આવતા કોરોના પોઝિટિવ આવ્યા હતા.

પાટણમાં ગુરુવારે વધુ 5 કોરોના કેસ નોંધાયા

આ ઉપરાંત સરસ્વતી તાલુકાના જંગરાલ ગામમાં બાદરાણીવાસમાં રહેતી 58 વર્ષીય મહિલા તેમજ રાધનપુરની ધાર્મિક સોસાયટીમાં રહેતા 52 વર્ષીય પુરુષ અને સિદ્ધપુરના તાહેરપુરામાં રહેતા 45 વર્ષના પુરુષને કોરોનાના લક્ષણો જણાતા હોસ્પિટલમાં દાખલ કરી સેમ્પલ લેવાતા આ ત્રણેયના રિપોર્ટ પણ કોરોના પોઝિટિવ આવ્યા હતા.

આમ પાટણ જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 130 થઈ છે જ્યારે શહેરમાં પોઝિટિવ દર્દીઓની સંખ્યા 55 થઈ છે જેને લઇ આરોગ્ય તંત્ર પણ ચિંતિત બન્યું છે.

ધારપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેેેલા પાટણની ગજાનંદ સોસાયટીના 45 વર્ષના પુરુષ, રાજ ટેનામેન્ટ રહેતા 36 વર્ષીય યુવાન તેમજ ગુરુકૃપા સોસાયટીમાં રહેતા 65 વર્ષીય આધેડે કોરોનાને માત આપતા તેઓને ધારપુર સિવિલ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details