પાટણઃ સુજનીપુર સબ જેલમાં એકીસાથે સાત કેદીઓ કોરોના ગ્રસ્ત બનતા જેલ સત્તાવાળાઓમા ચિંતા સાથે ફફડાટ ફેલાયો છે. મંગળવારે પાટણ શહેરમાં મહાવીર નગર સોસાયટી, શિવ નગરી સોસાયટી, પોલીસ હેડક્વાર્ટર્સ, યશનગર સોસાયટી, મોટી-ભાતીયાવાડ, ભગવતી નગર સોસાયટી, દેવપુરી સોસાયટીમાં એક એક કેસ નોંધાયો છે. જ્યારે પાટણ તાલુકાના સંડેર, રૂવાવી અને સુજનીપુર ગામમાં એક એક કેસ નોંધાયો છે.
પાટણ જિલ્લામાં કોરોના વિસ્ફોટ, વધુ 45 કેસ નોંધાયા - પાટણ કોરોના અપડેટ
શહેર સહિત જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી કોરોનાએ હાહાકાર મચાવ્યો હોય તેમ દિવસેને દિવસે કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધી રહી છે. મંગળવારે એકીસાથે 45 કેસ નોંધાયા છે.
![પાટણ જિલ્લામાં કોરોના વિસ્ફોટ, વધુ 45 કેસ નોંધાયા પાટણ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8813596-thumbnail-3x2-qwrxc.jpg)
આ ઉપરાંત રાધનપુરમા બે તાલુકાના સરદારપુરા, છાણિયાથર, નાની પીપળી ગામમાં એક-એક કેશ જ્યારે ચાણસ્મામાં ત્રણ અને તાલુકાના સેધા,રામગઢ, ચવેલી, ધીણોજ, બ્રાહ્મણવાડા,જાખાનામાં એક કેસ નોંધાયો છે જ્યારે હારીજ શહેરમાં બે, તાલુકાના બૉરતવાડા ગામમાં બે, સાંતલપુર તાલુકાના વારાહી, ઝઝામ, શંખેશ્વર સહિત તાલુકાના બીલીયા, સમી તાલુકાના ચાદરણી, જોરાવરપુરા તેમજ સિધ્ધપુર તાલુકાના નેદ્રા અને સરસ્વતી તાલુકાના જંગરાલ ગામમાં એક એક કેસ નોંધાયો છે.
પાટણ જિલ્લામાં મંગળવારે 45 સાથે કુલ આંક 1613 ઉપર પહોંચ્યો છે. પાટણ શહેરમાં સાત કેસ સાથે પાટણ કુલ આંક 597 થયો છે તો 329 દર્દીઓ સ્વસ્થ થતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલ 103 શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ પેન્ડિંગ છે. 73 કોરોના પોઝિટિવ દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.