ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટણમાં કોરોના વાઈરસના નવા 42 પોઝિટિવ કેસ નોંધાયા - coronavirus news

પાટણ શહેર સહિત જીલ્લામાં ગુરુવારે કોરોનાના એક સાથે 42 કેસ પ્રકાશમાં આવતાં કુલ કેસોની સંખ્યા 3740 થઈ છે. જ્યારે પાટણ શહેરમાં 18 કેસ સાથે કુલ આંક 1222 પર પહોંચ્યો છે. જિલ્લાવાસીઓમાં ફફડાટ ફેલાયો છે તો બીજી તરફ આરોગ્ય તંત્ર પણ હરકતમાં આવ્યું છે.

patan
Patan

By

Published : Dec 4, 2020, 10:40 AM IST

● જિલ્લામાં કોરોનાના નવા 42 કેસ નોંધાયા
● આરોગ્ય તંત્ર આવ્યું હરકતમાં
● વધતા જતા કેસોને લઈ લોકોમાં ફેલાયો ફફડાટ
● પાટણ શહેર અને તાલુકો કોરોનાનું હોટસ્પોટ બન્યું
● ધારપુર મેડિકલ સ્ટાફના 5 કર્મીઓ પણ કોરોના સંક્રમિત

પાટણ: પાટણ શહેરમાં અને જિલ્લામાં કોરોના વાઈરસનું સંક્રમણ ખુબ જ વધી રહ્યું છે. જિલ્લામાં કોરોના વાઈરસના એક સાથે 27 પોઝિટિવ કેસ નોંધાયા છે. પાટણ શહેરમાં 18 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં આમ્રકુંજ સોસાયટી, નવજીવન સોસાયટી, ગણેશ નગર સોસાયટી, રાજમણી સોસાયટી અને શ્યામ વિલા સહિતની સોસાયટીમાં કોરોનાના એક એક કેસ નોંધાયા છે. આ ઉપરાંત તાલુકાના ધારપુર હોસ્પિટલ કેમ્પસમાં 5 કુણઘેર,બાલીસણા,સબોસણ, અને ખાનપુરમાં એક એક કેસ નોંધાયા છે.

શહેર અને જિલ્લામાં કોરોનાનુ સંક્રમણ વધ્યું

સિધ્ધપુર તાલુકાના ગણેશપુરા ગામમાં બે તેમજ સિદ્ધપુર શહેરમાં ગુરૂકૃપા સોસાયટી અને તિરુપતિ ટેનામેન્ટમાં એક એક કેસ નોંધાયો છે. જ્યારે ચાણસ્મા શહેરની મધુવન સોસાયટી અને પોલીસ લાઈનમાં એક કોરોના કેસ નોંધાયો છે. આ ઉપરાંત તાલુકાના મંડલોપ અને ખોરસમ ગામમા પણ એક એક કેસ નોંધાયો છે. આમ સમગ્ર રીતે જોઈએ તો પાટણ શહેર અને જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ફેલાઈ રહ્યું છે.

પાટણ જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની કુસ સંખ્યા 3740ને પાર પહોંચી છે. શહેરમાં કોરોના દર્દીઓની સંખ્યા 1222 છે જ્યારે 391 દર્દીઓના ટેસ્ટ સેમ્પલ પેન્ડિંગ છે. તેમજ 3314 દર્દીઓએ કોરોનાને માત આપી નવી જીંદગીની શરૂઆત કરી છે.

પાટણમાં કુલ આંક 3740ને પાર

પાટણ જિલ્લામાં વધુ 42 કેસ સાથે કુલ આંક 3740 ઉપર પહોંચ્યો છે. જ્યારે પાટણ શહેરમાં 18 કેસ સાથે કુલ 1222ની સંખ્યા થઈ છે. હાલમાં શંકાસ્પદ 391 દર્દીઓના ટેસ્ટ સેમ્પલ પેન્ડિંગ છે. જ્યારે 292 દર્દીઓ હોમ આઈસોલેશન હેઠળ કોરોનાની સારવાર મેળવી રહ્યા છે. અત્યાર સુધીમાં 3314 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં તો તે વ્યક્તિઓના મોત થયા છે.

ABOUT THE AUTHOR

...view details