- જિલ્લામાં કોરોના કેસમાં થઈ રહ્યો છે ઘટાડો
- જિલ્લામાં કુલ પોઝિટિવ આંક 10469 પર પહોંચ્યો
- પાટણ શહેરમાં પોઝિટિવ આંક 2889 નોંધાયો
પાટણ: શહેરમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણ ઘટ્યું છે. જિલ્લામાં નવા 5 પોઝિટિવ કેસો નોંધાતા લોકોએ રાહત અનુભવી છે. રવિવારે નોંધાયેલા 5 કેસ સાથે પાટણ શહેરમાં પોઝિટિવ દર્દીઓની સંખ્યા 2889 થઈ છે. આ ઉપરાંત, તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં 5, ચાણસ્મા શહેરમાં 2 અને તાલુકામાં 3, રાધનપુર તાલુકાના બંધવડ ગામમાં 1, સિધ્ધપુર શહેરમાં 2 અને તાલુકામાં 11, હારીજ તાલુકાના વાંસા ગામમાં 1, સરસ્વતી તાલુકામાં 4, સમી તાલુકામાં 4 કેસ નોંધાયા છે. આ ઉપરાંત, પાટણ જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવ દર્દીઓનો આંક 10469 પર પહોંચ્યો છે. જ્યારે, પાટણ શહેરમાં પોઝિટિવ દર્દીઓની કુલ સંખ્યા 2889 થઈ છે. રવિવારે નોંધાયેલા પોઝિટિવ કેસોમાં સિદ્ધપુર તાલુકામાં સૌથી વધુ 11 પોઝિટિવ કેસ નોંધાયા છે.
આ પણ વાંચો:પાટણ જિલ્લામાં મ્યુકોર માઈકોસીસનો કેસ વધતા ફફડાટ ફેલાયો