પાટણ: બોર્ડની પરીક્ષાને આડે હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે જિલ્લા શિક્ષણ વિભાગે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. જિલ્લામાં 26,259 વિદ્યાર્થીઓ ધોરણ 10ની પરીક્ષા આપશે. જેના માટે પાટણ અને હારિજ એમ 2 ઝોન પાડવામાં આવ્યા છે. પાટણમાં 41 બિલ્ડિંગમાં 492 જ્યારે હારીજ ઝોનમા 35 બિલ્ડિંગમાં 382 બ્લોકની ફાળવણી સાથે કુલ 20 કેન્દ્રોની 76 બિલ્ડિંગમાં 874 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 13 કેન્દ્રોની 34 બિલ્ડિંગના 375 બ્લોકમાં યોજાશે અને 11,603 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, જ્યારે વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 2,231 વિદ્યાર્થીઓ આપશે. જે માટે 4 કેન્દ્રોની 11 બિલ્ડિંગમાં 139 બ્લોકની ફાળવણી કરવામાં આવી છે.
પાટણ જિલ્લામાં 40,093 વિધાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે - બોર્ડની પરીક્ષા
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 5 માર્ચથી શરૂ થનારી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા માટે પાટણ જિલ્લાના શિક્ષણ વિભાગ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. આ વર્ષે જિલ્લામાં કુલ 40,093 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે. જેના માટે 37 કેન્દ્રો પર 121 બિલ્ડિંગમાં 1,388 બ્લોકની ફાળવણી કરવામાં આવી છે.
પાટણ જિલ્લામાં 40,093 વિધાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે
પરીક્ષા દરમિયાન ગેરરીતિના બનાવોને અટકાવવા માટે દરેક પરીક્ષા કેન્દ્રોને CCTV કેમેરાથી સજ્જ કરી તેની ચકાસણી કરવામાં આવી છે, જ્યારે CCTV કેમેરા વિહોણા 58 બ્લોકમાં ટેબલેટની વ્યવસ્થા કરવામાં આવી છે.