પાટણ: જિલ્લામાં સોમવારે વધુ 37 પોઝિટિવ કેસ પ્રકાશમાં આવતા જિલ્લામાં કુલ 695 લોકો સંક્રમિત છે જ્યારે પાટણ શહેરમાં નવા 13 કેસ સાથે કુલ આંક 321 થયો છે.
પાટણ શહેરમાં નોંધાયેલા કેસની વિગતો જોઈએ તો રાજવંશી સોસાયટીમાં ત્રણ, પોલીસ લાઈન ત્રણ, પોલીસ લાઈન બે અને પોલીસ લાઈનમાં 1,મોતીબાગ સોસાયટીમાં 1 , સિદ્ધયોગી સોસાયટીમાં 1 ,અમરદીપ સોસાયટીમાં 1 ,તિરુપતિનગર સોસાયટીમાં 1, ઘીવટા વિસ્તારમાં ખેંજડાના પડામાં 1, દેવકૃપા સોસાયટીમાં 1, રતનપોળ વિસ્તારમાં 1 અને આશિષ સોસાયટીમાં 1 કેસ મળી કુલ 13 કેસ નોંધાયા છે.
પાટણ જિલ્લામાં સોમવારે વધુ 37 કેસ નોંધાતા કુલ સંક્રમિત લોકોની સંખ્યા 695 પર પહોંચી સિદ્ધપુર શહેરમાં નવાવાસ, આંબાવાડી, અને નંદનવન સોસાયટીમાં 1-1 કેસ નોંધાયો છે જ્યારે તાલુકાના ખોલવાડા, મેત્રાણા અને ડીંડરોલમાં 1-1 કેસ નોંધાયો છે. સરસ્વતી તાલુકાના ઉંદરા ગામમાં બે ધનાસરામાં 1 અને અઘરા ગામે 1 કેસ નોંધાયો છે. શંખેશ્વર તાલુકાના મેંમણાં ગામે 1, સાંતલપુર તાલુકાના સીધાડા ગામમાં 1, ચાણસ્મા તાલુકાના ધારણોધરડામાં 2, ધીણોજમા બે,તેમજ જસલપુર રૂપપુરમાં 1 1 કેસ નોંધાયો છે જ્યારે હારિજમાં શહેરમા 3, તાલુકાના દુનાવાડામા 1 અને રાધનપુર શહેરમાં બે મળી કુલ 37 કેસ પ્રકાશમાં આવ્યા છે.
પાટણ જિલ્લામાં કોરોનાનો ચેપ મોટા શહેરો બાદ હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ ઝડપથી આગળ ફેલાઈ રહ્યો છે જેને પગલે ગામલોકો ફફડાટ અનુભવી રહ્યા છે. પાટણ જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાને કારણે 55 લોકોના મોત થયા છે જ્યારે 325 દર્દીઓ સ્વસ્થ થતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તેમજ 351 ના ટેસ્ટ ટેમ્પલ પેન્ડિંગ છે.