- કર્મભૂમિ, રાજવી, ઉત્સવ, ત્રિભુવન પાર્ક સહિતની સોસાયટીના રહીશોએ ચૂંટણીનો કયો બહિષ્કાર
- રોડ રસ્તા, ગટર ઊભરાવાની સમસ્યાઓ દૂર ન થતાં કર્યો નિર્ણય
- સોસાયટીના રહીશોએ ત્રણ કપિરાજની નકલ કરી મુક વિરોધ નોંધાવ્યો
પાટણઃ નગરપાલિકાની ગત પાંચ વર્ષની ટર્મમાં અઢી વર્ષ કોંગ્રેસ અને અઢી વર્ષ ભાજપે શાસન કર્યું હોવા છતાં શહેરના મોટાભાગના વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને પાટણ શહેરના જલારામ મંદિરથી લીલી વાડી તરફ જવાના માર્ગ ઉપર આવેલી કર્મભૂમિ, ઉત્સવ, ત્રિભુવન પાર્ક, શીશબંગલો, રાજવી બંગલો સહિતની 26 સોસાયટીઓ આવેલી છે અને આ માર્ગ ઉપરથી લોકોની અવરજવર પણ વધુ હોવા છતાં નગરપાલિકા તંત્ર દ્વારા આ વિસ્તારમાં દુર્લક્ષ સેવવામાં આવ્યું છે. આ વિસ્તારના રહીશોએ ઘણા સમયથી રખડતા પશુઓ, રોડ ઉપર ઉભરાતી ગટરો, વરસાદી પાણીનો ભરાવો અને સ્વચ્છતાને લઈ અનેકવાર સત્તાધીશોને રજૂઆતો કરવા છતાં તેનો કોઈ નિકાલ કરવામાં ન આવતાં આ વિસ્તારના લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. વિવિધ સોસાયટીના રહીશોએ ગાંધીજીના ત્રણ કપિરાજની નકલ કરી આંખ, મોઢું અને કાન બંધ કરી સત્તાધીશોના ઠાલા વચનોથી કંટાળી ગયા હોવાનુ જણાવી મુક વિરોધ કરી રાજકીય પાર્ટીઓનો અનોખી રીતે વિરોધ કર્યો હતો.
દર ચોમાસામાં વિસ્તારના લોકોને ભોગવવી પડે છે હાલાકીઓ