પાટણ: જિલ્લામાં શનિવારના રોજ નોંધાયેલા પોઝિટિવ કેસમાં પાટણ શહેરની સારથીનગર સોસાયટીમાં 2 હિંગળાચાચર વિસ્તારમાં 1, જયવીર નગર સોસાયટી અને યશ ટાઉનશીપમાં એક એક કેસ નોંધાયો છે.
પાટણમાં કોરોનાના વધુ 25 કેસ નોંધાયા, કુલ કેસની સંખ્યા 913 પર પહોંચી - Total corona cases in patan district
પાટણ જિલ્લામાં કોરોના વાઇરસનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. શનિવારના રોજ વધુ 25 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેને લઇ જિલ્લાનો કુલ આંક 913 પર પહોંચ્યો છે. જ્યારે પાટણ શહેરમાં 5 કેસ આવતાં કુલ આંક 397 પર પહોંચ્યો છે.
ત્યારે સિદ્ધપુર શહેરમાં ફુલપુરા, સરસ્વતી સોસાયટી, સનનગર સોસાયટી, શક્તિ નગર સોસાયટી, ઉમિયા નગર સોસાયટીમાં, એક-એક કેસ નોંધાયો છે. રાધનપુરમાં ગાયત્રી મંદિર પાસે 1, ચાણસ્મા તાલુકાના ધાણોધરડામાં 2, વડાવલી મીઠાધરવા અને મણિયારીમાં એક એક કેસ નોંધાયો છે. જ્યારે છમીસા ગામે બે કેસ નોંધાયા છે. પાટણ તાલુકાના બોરસણ અને હાંશાપુરમાં એક એક કેસ, સમી તાલુકાના વરાણા, શંખેશ્વર તાલુકાના ટુવડ, હારિજ તાલુકાના કુંભાણા, સરસ્વતી તાલુકાના અઘાર અને સાંતલપુર તાલુકાના હમીરપુરા ગામમાં એક-કેસ મળી કુલ 25 કેસ નોંધાયા છે.
અત્યાર સુધીમાં 668 દર્દીઓ સ્વસ્થ થતાં તેઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જિલ્લામાં કોરોનાથી અત્યાર સુધી સત્તાવાર રીતે 57 વ્યક્તિના મોત થયા છે. 78 દર્દીઓના ટેસ્ટ સેમ્પલ પેન્ડિંગ છે. જ્યારે 96 વ્યક્તિઓ સારવાર હેઠળ છે.