પાટણઃ શહેરમાંથી દેશના અન્ય રાજ્યમાં ગયેલા તબલીઘી જમાતના 23 સભ્યો મંગળવારે મોડી સાંજે પાટણ પરત ફર્યા હતા. જેની જાણ આરોગ્ય વિભાગને થતાં આરોગ્ય વિભાગની ટીમે તેમનું સ્કેનિંગ કરી ટ્રાવેલ હિસ્ટ્રી તપાસી તમામને હોમ ક્વોરન્ટાઇન કર્યા હતા.
પાટણ શહેરમાંથી લોકડાઉન અગાઉ તબલીઘી જમાતના સભ્યો ધર્મ પ્રચાર અર્થે દેશના વિવિધ રાજ્યોમાં ગયા હતા. તે દરમિયાન કોરોના વાઇરસને પગલે સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવતા પાટણથી ગયેલી જમાતો જે તે શહેરમાં અટવાઈ ગઈ હતી. તાજેતરમાં દેશના ગૃહમંત્રાલય દ્વારા જે તે રાજ્યમાં ફસાયેલા વ્યક્તિઓને પોતાના રાજ્યમાં પરત ફરવાની છૂટ છાટ આપતા આદેશો કર્યા છે.
પાટણમાં તબલીઘી જમાતના 23 સભ્યો હોમ કોરોન્ટાઈન કરાયા જેને પગલે દેશના અન્ય રાજ્યમાં રહેલી પાટણની 23 સભ્યોની તબલીઘી જમાત મંગળવારે મોડી સાંજે પાટણના ઇદગાહ ખાતે આવી પહોંચી હતી. જેની જાણ આરોગ્ય વિભાગને થતા ઇદગાહ ખાતે ટીમ મોકલી અન્ય રાજ્યમાંથી પરત આવેલા આ તમામ લોકોનું સ્કેનિંગ કર્યુ હતું અને તેમની ટ્રાવેલ્સ હિસ્ટ્રી તપાસી તમામને હાલમાં હોમ ક્વોરન્ટાઇન રહેવા સૂચનાઓ આપી હતી.
પાટણમાં તબલીઘી જમાતના 23 સભ્યો હોમ કોરોન્ટાઈન કરાયા પાટણ શહેરમાંથી દેશના વિવિધ રાજ્યોમાં ગયેલા તબલીઘી જમાત પૈકી એક જમાત મંગળવારે સાંજે લોકડાઉનમા અટવાયા બાદ હેમખેમ પરત આવી પહોંચી હતી. તો બીજી તરફ આ બાબતને લઇ શહેરીજનોમાં કોરોનાનો ભય જોવા મળી રહ્યો છે.