- પાટણ જિલ્લાનું ધોરણ 10નું પરિણામ થયું જાહેર
- વાલીઓ અને વિદ્યાર્થીઓ પરિણામ મેળવવા શાળા ઉપર પહોંચ્યા
- જિલ્લાના 19,696 વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાયું
પાટણ : વૈશ્વિક કોરોના મહામારી (Corona epidemic) ને પગલે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (Gujarat Secondary and Higher Secondary Education Board) દ્વારા ધોરણ 10ની પરીક્ષા (Standard 10 examination) રદ કરવામાં આવી હતી અને ધોરણ 9 તેમજ શાળાના મૂલ્યાંકન (Evaluation) ને આધારે દરેક વિદ્યાર્થીઓને માસ પ્રમોશન (Mass promotion) આપી પાસ કરવાનો નિર્ણય લેવાયો હતો. જે અંતર્ગત બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓનું પરિણામ (result) વેબસાઈટ ઉપર મૂકવાના બદલે જે તે શાળાઓ જ વેબસાઇટ પર પરિણામ (result) જોઈ શકે તેવું આયોજન કરી મંગળવારે રાત્રે પરિણામ (result) જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં પાટણ જિલ્લાના કુલ 19,696 વિદ્યાર્થીઓને માસ પ્રમોશન (Mass promotion) અપાયું છે. જેમાં A1 ગ્રેડમાં 228, A2 ગ્રેડમાં 769, B1ગ્રેડમાં 1,617, B2 ગ્રેડમાં 2845, C1 ગ્રેડમાં 4063, C2 ગ્રેડમાં 4743 અને D ગ્રેડમાં 5431 વિદ્યાર્થીઓને પાસ કરવામાં આવ્યા છે. પરિણામ (result) જાહેર થયા બાદ બુધવારે વિદ્યાર્થીઓ પોતાની શાળાઓમાં પરિણામ (result) મેળવવા પહોંચ્યા હતા.
આ પણ વાંચો : ધોરણ 10નું પરિણામ જાહેર: ગણિત અને ગુજરાતી વિષયનું પરિણામ નબળું આવ્યું
1617 વિધાર્થીઓએ B1 ગ્રેડ અને 2,845 વિધાર્થીઓએ B2 ગ્રેડ મેળવ્યો