ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટણમાં 2,172 વિદ્યાર્થીઓ આપશે ગુજકેટની પરિક્ષા - GPSE examination patan

પાટણ જિલ્લામાં ધોરણ 12 પાસ બાદ ગુજકેટની પરીક્ષા લઈને તમામ પ્રકારની તૈયારીઓ જિલ્લા શિક્ષણ કચેરી દ્વારા પૂર્ણ કરવામાં આવી છે. પાટણના એક જ કેન્દ્રના 12 બીલડીગોમાં 111 બ્લોકની વ્યવસ્થા કરવામાં આવી છે.દરેક બિલ્ડિંગમાં ઓબઝર્વરની દેખરેખ અને સરકારની કોરોના ગાઈડલાઈન મુજબ તેમજ CCTV કેમેરાની દેખરેખ હેઠળ પરીક્ષા યોજવામાં આવશે.

પાટણ
પાટણ

By

Published : Aug 5, 2021, 7:38 PM IST

Updated : Aug 6, 2021, 9:21 AM IST

  • ગુજકેટની પરીક્ષા માટે પાટણ શિક્ષણ વિભાગે તૈયારીઓ પૂર્ણ કરી
  • પાટણના એક જ કેન્દ્ર ઉપર 2,172 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
  • ગુજકેટની પરીક્ષા ત્રણ સેશનમાં યોજાશે
  • સરકારની covid-19ની ગાઈડલાઈન અને CCTV કેમેરાની દેખરેખ હેઠળ પરીક્ષા યોજાશે

પાટણ: કોરોના મહામારીને કારણે રાજ્ય સરકાર દ્વારા ધોરણ 10 અને 12ના રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશનનો લાભ આપવામાં આવ્યો છે. ત્યારે ધોરણ 12માં પાસ થયા બાદ એન્જિનિયરિંગ, ડિપ્લોમા ડિગ્રી તેમજ ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ લેવા માગતા વિદ્યાર્થીઓ માટે આગામી 6 ઓગસ્ટના રોજ ગુજકેટની પરીક્ષા યોજાનાર છે.

શહેરના 12 બિલ્ડિંગમાં 111 બ્લોકમાં બેઠક વ્યવસ્થા કરવામાં આવી

પાટણમાં કરાઈ ગુજકેટની પરિક્ષાની તૈયારીઓ

આ પરિક્ષાને લઇને પાટણ શિક્ષણ વિભાગ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. ગુજકેટની પરીક્ષા માટે 2,172 વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન થયું છે. જે માટે પાટણ ખાતે એક જ પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવ્યું છે. શહેરના 12 બિલ્ડિંગમાં 111 બ્લોકમાં બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. આ પરીક્ષા A, B, અને AB ગ્રૂપ પ્રમાણે ત્રણ સેશનમાં યોજાશે. જેમાં A ગ્રુપમાં 689, B ગ્રુપમાં 1,481, અને AB ગ્રુપમાં 2 વિદ્યાર્થીઓ મળી કુલ 2,172 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. શહેરના 12 બિલ્ડીંગ ઉપર 12 ઓબ્ઝર્વરની નિમણૂક કરવામાં આવી છે. સાથે સાથે દરેક બિલ્ડીંગમા સરકારની કોરોના ગાઇડલાઇન મુજબ તેમજ CCTV કેમેરાની દેખરેખ હેઠળ પરીક્ષા યોજવામાં આવશે.

  • 8 ઓગસ્ટે GPSE વર્ગ 3ની પરીક્ષા યોજાશે
  • પાટણ અને સિદ્ધપુર એમ 2 કેન્દ્રો પર પરીક્ષા યોજાશે
  • 6,864 ઉમેદવારો GPSEની પરીક્ષા આપશે

GPSE દ્વારા વાણિજ્ય વેરા નિરીક્ષક વર્ગ ૩ની ભરતી પરીક્ષા આગામી 8 ઓગસ્ટના રોજ યોજાનાર છે. જેના માટે શિક્ષણ વિભાગ દ્વારા પાટણ અને સિધ્ધપુર મળી કુલ બે પરીક્ષા કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે. GPSE પરીક્ષા માટે રજીસ્ટર થયેલા 6,864 ઉમેદવારો માટે 25 બિલ્ડિંગમાં 286 બ્લોકની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. આ પરીક્ષા એક સેશનમાં યોજાશે. વર્ગખંડમાં કોરોના ગાઇડલાઇન મુજબ બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવશે.

Last Updated : Aug 6, 2021, 9:21 AM IST

ABOUT THE AUTHOR

...view details