- પાટણ જિલ્લામાં કોરોના બેકાબૂ
- નવા 203 કેસ નોંધાતા લોકોમાં ફેલાયો ભય
- જિલ્લામાં પોઝિટિવ દર્દીઓનો આંક 8148 થયો
- શહેરમાં પોઝિટિવ દર્દીઓની સંખ્યા 3344 થઈ
પાટણઃ જિલ્લામાં કોરોનાના કેસમાં રેકોર્ડ બ્રેક વધારો થઈ રહ્યો છે. છેલ્લા કેટલાય દિવસથી જિલ્લામાં દરરોજ 100થી વધુ પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યા છે, ત્યારે ગુરુવારે જિલ્લામાં કોરોનાના નવા 200 કેસ નોંધાયા હતા. જેથી જિલ્લાવાસીઓમાં ફફડાટ ફેલાયો છે.
પાટણમાં કોરોનાના નવા 203 કેસ નોંધાયા આ પણ વાંચોઃ પાટણ જિલ્લામાં કોરોનાના નવા 180 કેસ નોંધાયા
ક્યા વિસ્તારમાંથી કેટલા કેસ નોંધાયા
પાટણ શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી એકી સાથે નવા 63 કેસ સામે આવતા જિલ્લા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી છે. પાટણ ઉપરાંત તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં 23, ચાણસ્મા તાલુકામાં 13, રાધનપુર શહેરમાં 7 અને તાલુકામાં 3, સિધપુર શહેરમાં 11 અને તાલુકામાં 24, હારીજ શહેરમાં 9 અને તાલુકામાં 9, સાંતલપુર નગરમાં 2 અને તાલુકામાં 13, સરસ્વતી તાલુકામા 11, સમી તાલુકામાં 13 કેસ, શંખેશ્વર નગરમાં 2 કેસ નોંધાયો છે. પાટણ જિલ્લામાં નોંધાયેલા નવા 203 કોરોના પોઝિટિવ કેસમાં સૌથી વધુ પાટણ શહેરમાં નોંધાયા છે. પાટણમાં 402 દર્દીઓના સેમ્પલ પેન્ડિંગ છે, જ્યારે 1242 દર્દીઓ હોમ આઇસોલેશન હેઠળ સારવાર લઇ રહ્યા છે.