પાટણ: પાટણનો સરસ્વતી ડેમ નર્મદાના પાણીથી ભરવામાં આવ્યો છે. સુજલામ સુફલામ કેનાલ મારફતે સરસ્વતી ડેમમાં નર્મદાનું પાણી નાખી ડેમ ભરવામાં આવ્યો છે. સરસ્વતી ડેમનું લેવલ 277 છે જેની સામે હાલ 276.75ની સપાટીએ પાણી છે. સુજલામ સુફલામ કેનાલમાંથી 500 ક્યૂસેક જેટલું પાણી ડેમમાં છોડાઈ રહ્યું છે. ત્યારે ભુગર્ભ જળ ઊંચા આવે અને પાટણ, સરસ્વતી, હારીજ સહિતના ખેડૂતોને ફાયદો થાય તે માટે સરસ્વતી બેરેજના દરવાજા ખોલી સરસ્વતી નદીમાં નર્મદાનું પાણી છોડવા માટે સુજલામ સુફલામ વિભાગના અધિકારીઓને રજૂઆતો કરવામાં આવી હતી.
પાટણ સરસ્વતી નદીમાં 200 કયૂસેક પાણી છોડવામાં આવ્યું - ચોમાસુ 2020
પાટણનો સરસ્વતી ડેમ નર્મદાના પાણીથી છલોછલ ભરાતાં ડેમનો એક દરવાજો ખોલી 200 ક્યૂસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે અને સપ્ટેમ્બર માસના અંત સુધી આ રીતે પાણી છોડવામાં આવશે. જેનાથી ભૂગર્ભ જળસ્તર ઊંચા આવશે અને તેનો ફાયદો ખેડૂતોને થશે.
http://10.10.50.85:6060///finalout4/gujarat-nle/finalout/19-September-2020/8860976_saraswati_7204891.jpg
ત્યારે ડેમનો એક દરવાજો ખોલી 200 ક્યૂસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. જેનાથી વર્ષોથી સૂકીભઠ સરસ્વતી નદીમાં નવા નીર આવતા લોકોમાં ખુશી જોવા મળી રહી છે. વર્ષોથી સુકી ભઠ સરસ્વતી નદીમાં પાણી છોડવામાં આવતાં પાટણ, સરસ્વતી, હારીજ સહિતના વિસ્તારોમાં ભૂગર્ભ જળસ્તર ઊંચા આવશે અને તેનો ખેડૂતોને સીધો ફાયદો થશે.