- ધારપુર હોસ્પિટલમાં નવા 20 ઓક્સિજન બેડ શરૂ કરાયા
- પાટણના સેવાભાવી બિલ્ડર અને નિરમા ઇન્ડસ્ટ્રીઝના સહયોગથી સુવિધા શરૂ કરાઈ
- હોસ્પિટલમાં 4 મેડિકલ ઓફિસર, 2 કન્સલ્ટન્ટ ડૉક્ટરો અને 11 નર્સિંગ સ્ટાફ ફરજ પર
પાટણ:ધારપુર મેડીકલ કોલેજ કેમ્પસમાં આવેલા પરીક્ષા સેન્ટરમાં ઓક્સિજનના 20 બેડની વ્યવસ્થા કરાતા ગંભીર દર્દીઓની સારવાર કરવાની શરૂઆત કરવામાં આવી છે. નિરમા ઇન્ડસ્ટ્રીઝના માલિક કરશન પટેલ અને પાટણના ઉદ્યોગપતિ બેબા શેઠે કોરોના મહામારીના સમયમાં કોરોનાના દર્દીઓને યોગ્ય સારવાર મળી રહે એ માટે આ નવી સુવિધા શરૂ કરવા 25-25 લાખ રૂપિયાનું આર્થિક અનુદાન આપ્યું છે. આ કોરોના વોર્ડમાં અત્યારે 4 મેડીકલ ઓફિસર, 2 કન્સલટન્ટ ડોક્ટર, 11 નર્સીંગ સ્ટાફ અને 10 સફાઇ કર્મચારીઓ સેવા બજાવી રહ્યા છે. આગામી થોડા જ દિવસોમાં આ સુવિધાઓમાં વધારો કરીને 120 ઓક્સિજન બેડની વ્યવસ્થા કરવામાં આવશે.