ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટણમાં લઘુમતી સમાજના 20 આગેવાનો ભાજપમાં જોડાયા - BJP State General Secretary KC Patel

ચૂંટણીઓના પડઘમ વચ્ચે મંગળવારે પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે શહેરના 20થી વધુ લઘુમતી સમાજના આગેવાનોએ પૂર્વ ભાજપ પ્રદેશ મહામંત્રી કે.સી પટેલની ઉપસ્થિતિમાં કેસરીયો ખેસ ધારણ કરી વિધિવત રીતે ભાજપમાં જોડાયા હતા. લઘુમતી સમાજના મતદારોના પ્રભુત્વવાળા વોર્ડ નંબર 7, 8, 9 અને 10ના લઘુમતી સમાજના આગેવાનો ભાજપમાં જોડાતા શહેરનુ રાજકારણ ગરમાયું છે.

પાટણમાં લઘુમતી સમાજના 20 આગેવાનો ભાજપમાં જોડાયા
પાટણમાં લઘુમતી સમાજના 20 આગેવાનો ભાજપમાં જોડાયા

By

Published : Feb 2, 2021, 10:58 PM IST

  • પાટણનુ રાજકારણ ગરમાયુ
  • લઘુમતી સમાજના 20 આગેવાનો ભાજપમાં જોડાયા
  • વોર્ડ નં. 7,8,9અને 10ના આગેવાનો જોડાયા ભાજપમાં

પાટણઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો નજીક આવી રહી છે, ત્યારે પાટણમાં રાજકીય ગતિવિધિઓ વધુ તેજ બની રહી છે. શહેરમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. પાટણ શહેરના વોર્ડ નંબર 7, 8, 9 અને 10 આ ચાર વોર્ડમાં લઘુમતિ સમાજના મતદારોનું પ્રભુત્વ છે.

પાટણમાં લઘુમતી સમાજના 20 આગેવાનો ભાજપમાં જોડાયા

જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે કેશરીયો ધારણ કર્યો

આ સમાજના લોકો કોંગ્રેસની વિચારસરણી સાથે સંકળાયેલા છે, ત્યારે મંગળવારે પાટણ ખાતે આવેલા જિલ્લા ભાજપ કાર્યાલય કમલમમાં સાંજે ભાજપના પૂર્વ પ્રદેશ મહામંત્રી કે.સી પટેલના હસ્તે આ ચારેય વોર્ડના લઘુમતી સમાજના 20 જેટલા આગેવાનો કેશરીયો ધારણ કરી વિધિવત રીતે ભાજપમાં જોડાતા શહેરનું રાજકારણ ગરમાયુ છે.

અગાઉ કોંગ્રેસના પૂર્વ મહિલા કોર્પોરેટર જોડાયા હતા ભાજપમાં

પાટણમાં લઘુમતી સમાજના 20 આગેવાનો ભાજપમાં જોડાયા

એક અઠવાડિયા અગાઉ વોર્ડ નં.10 ના કોંગ્રેસના પૂર્વ મહિલા કોર્પોરેટર પણ ભાજપમાં જોડાયા હતા, ત્યારે મંગળવારે લઘુમતી સમાજના 20 જેટલા આગેવાનો ભાજપમાં જોડાતા કોંગ્રેસની ચિંતામાં વધારો થયો છે.

પાટણમાં લઘુમતી સમાજના 20 આગેવાનો ભાજપમાં જોડાયા

ABOUT THE AUTHOR

...view details