ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટણમાં ATMમાં યુક્તિપૂર્વક ચોરી કરનારા બે શખ્સોની LCBએ કરી ધરપકડ - PATAN NEWS

પાટણઃ શહેરના ATMમાં પૈસા ઉપાડવા આવનારા લોકોને વિશ્વાસમાં લઈને યુક્તિપૂર્વક ATM કાર્ડની અદલા-બદલી કર્યા બાદ ગ્રાહકના જ કાર્ડનો ઉપયોગ કરી પૈસા ઉપાડી લેતા બે ઠગ ઈસમોને LCBએ ઝડપી પાડ્યા છે.

ptn

By

Published : Aug 1, 2019, 5:21 PM IST

પાટણમાં ATM મશીનમાંથી પૈસા ઉપાડવા ગયેલા લોકોને નિશાન બનાવી છેતરપીંડીથી પૈસા ઉપાડનાર બે ઠગ ઈસમોને LCBએ ઝડપી પાડ્યા હતા. ATMમાં આવેલા લોકોને ભોળવી લઈ પહેલા આ શખ્સ પાસવર્ડ જાણી લેતા હતા અને યુક્તિપૂર્વક ATM કાર્ડ બદલી નાખી, રૂપિયા ઉપાડી લેતા હતા. જે બાબતની ફરિયાદ નોધાતા અને ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ આ ગુનાની તપાસ LCBને સોંપવામાં આવતા પોલીસે બાતમીના આધારે બંને લેભાગુ શખ્સોને શહેરના વેરાઈચકલા વિસ્તારમાંથી ઝડપી પડ્યા હતા. વધુ તપાસ હાથ ધરતા અન્ય છ જેટલા ગુનાઓની કબુલાત કરી હતી. હાલમાં આ બંને શખ્સને પાટણ શહેરના એ ડીવીઝન પોલીસ મથકમાં સોપવામાં આવ્યા છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

પાટણમાં ATMમાં યુક્તિપૂર્વક ચોરી કરનારા બે શખ્સોની LCBએ કરી ધરપકડ

અહીં ઉલ્લેખનીય છે કે, આ ઈસમો પહેલા ATMની બહાર ઉભા રહી જે કોઈ લોકોને પૈસા ઉપાડવામાં તકલીફ પડતી હોય તો તેઓ મદદ કરવાના બહાને અંદર જતા હતા અને બાદમાં ATM મેળવી લઈ તેનો પાસવર્ડ જાણી યુક્તિપૂર્વક ડુપ્લીકેટ કાર્ડ આપી જતા રહેતા હતા અને ત્યારબાદ અન્ય ATM મશીનમાંથી પૈસા ઉપાડી લેતા હતા.

ABOUT THE AUTHOR

...view details