- પાટણમાં નગરપાલિકાની ચુંટણીને લઈ કાઉન્ટ ડાઉન થયું શરૂ
- નગરપાલિકામાં પ્રમાણપત્ર મેળવવા ભાવિ ઉમેદવારોનો ધસારો વધ્યો
- આ વખતની ચૂંટણીમાં ઉમેદવારોનો રાફડો ફાટે તેવી સ્થિતિનું નિર્માણ
પાટણમાં ચૂંટણી લડવા ઇચ્છુક 187 ઉમેદવારોએ પોતાના ઘરે પાણી ધરાવતા શૌચાલય હોવાનાં પ્રમાણપત્રો મેળવ્યા - પાટણ નગરપાલિકાનાં સમાચાર
પાટણ નગરપાલિકાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થતાં ચૂંટણી લડવા ઇચ્છુક અને ભાવિ કોર્પોરેટર બનવાના સ્વપ્ન જોતાં ઉમેદવારો પોતાના પ્રમાણપત્રો એકઠા કરવા દોડધામ કરી રહ્યા છે. પાટણ નગરપાલિકામાં અત્યાર સુધી 187 જેટલા ઉમેદવારોએ લેણા પેટે અંદાજે રૂપિયા 5 લાખ જેટલી રકમ જમા કરાવીને પોતાના ઘરે પાણીવાળું શૌચાલય ધરાવે છે, તેના પ્રમાણપત્રો મેળવ્યા છે.
![પાટણમાં ચૂંટણી લડવા ઇચ્છુક 187 ઉમેદવારોએ પોતાના ઘરે પાણી ધરાવતા શૌચાલય હોવાનાં પ્રમાણપત્રો મેળવ્યા પાટણમાં ચૂંટણી લડવા ઇચ્છુક 187 ઉમેદવારોએ પોતાના ઘરે પાણી ધરાવતા શૌચાલય હોવાનાં પ્રમાણપત્રો મેળવ્યા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10531143-thumbnail-3x2-patan.jpg)
પાટણમાં ચૂંટણી લડવા ઇચ્છુક 187 ઉમેદવારોએ પોતાના ઘરે પાણી ધરાવતા શૌચાલય હોવાનાં પ્રમાણપત્રો મેળવ્યા
પાટણ: આગામી 28 ફેબ્રુઆરીના રોજ નગરપાલિકાની ચૂંટણી યોજાનારી છે. ત્યારે આ વખતની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ ઉપરાંત અન્ય રાજકીય પક્ષો અને અપક્ષ ઉમેદવારો નો રાફડો ફાટે તેવી સ્થિતીનું હાલ નિર્માણ થયું છે. કેટલાક વોર્ડ બેઠકનાં ઉમેદવારોએ જનસંપર્ક અભિયાન પણ ચાલુ કરી દીધું છે. ત્યારે પાટણ નગરપાલિકામાં અત્યાર સુધી 187 જેટલા ઉમેદવારોએ લેણા પેટે અંદાજે રૂપિયા 5 લાખ જેટલી રકમ જમા કરાવીને પોતાના ઘરે પાણીવાળું શૌચાલય ધરાવતા હોવાના પ્રમાણપત્રો મેળવ્યા છે.
પાટણમાં ચૂંટણી લડવા ઇચ્છુક 187 ઉમેદવારોએ પોતાના ઘરે પાણી ધરાવતા શૌચાલય હોવાનાં પ્રમાણપત્રો મેળવ્યા