- જિલ્લામાં કોરોનાનો હાહાકાર
- નવા 180 પોઝિટિવ કેસ નોંધાયા
- પાટણમાં શહેરમાં 27 નવા કેસ સાથે કુલ આંક 3219 થયો
- જિલ્લાનો કુલ આંક 7945 થયો
પાટણઃ જિલ્લામાં કોરોનાના નવા 180 કેસ નોંધાયા છે. જેમાં પાટણ શહેરમાં સૌથી વધુ 27 કેસ નોંધાયા છે. શહેરની સોસાયટી વિસ્તારોમાં કોરોના બેકાબૂ બન્યો છે. જિલ્લાભરમાં પણ અલગ-અલગ તાલુકા વિસ્તારોમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. શહેરની ખાનગી હોસ્પિટલોમાં પણ મોટી સંખ્યામાં કોરોનાના દર્દીઓ સારવાર હેઠળ છે.
શહેરના બજારોમાં લોકોની ભારે ભીડ
ધારપુરની મેડીકલ હોસ્પિટલ ખાતે પણ તંત્ર દ્વારા દર્દીઓની સંખ્યા જોતા અલાયદી વ્યવસ્થા ગોઠવાવામાં આવી હતી. હાલમાં ધારપુર સિવિલના કોવિડ કેર સેન્ટરની તમામ બેડ દર્દીઓથી ભરાઈ ગયા છે. જેને લઈ બીજા દર્દીઓ હોસ્પિટલમા દાખલ થવા લાઈનમાં ઉભા છે. પાટણ શહેરમાં 27 કેસ નોંધાતા લોકોમાં ફફડાટ વ્યાપ્યો છે. શહેરમાં કોરોના પોઝિટિવ આંક 3246 પર પહોંચ્યો છે. તેમ છતાં શહેરના બજારોમાં લોકોની ભારે ભીડ જોવા મળે છે.