- જિલ્લામાં કોરોના બેકાબૂ બન્યો
- ગ્રામ્ય વિસ્તારોમાં સૌથી વધુ કેસ આવ્યા સામે
- નવા 170 પોઝિટિવ કેસ નોંધાયા
પાટણ:જિલ્લામાં 7 દિવસના લોકડાઉનની જાહેરાતનો શનિવારે 5મો દિવસ હતો ત્યારે શહેરમાં હજુ લોકોની અવર જવર યથાવત જોવા મળી હતી. ગૌરવપથ પર શાકભાજીની લારીઓનો જમાવડો જોવા મળ્યો તો બીજી બાજુ ખાનગી હોસ્પિટલ્સ માં પણ દર્દીઓના પરિજન સુપર સ્પ્રેડેર બની રહ્યાં છે. જિલ્લામાં શનિવારે પણ કોરોનાના નવા 170 કેસ સામે આવ્યા છે. જેમાં પાટણ શહેરમાં અલગ અલગ વિસ્તારોમાંથી 21 કેસ નોંધાયા. શહેરમાં પોઝિટિવ દર્દીઓની સંખ્યા 2,198 થઇ છે. આ ઉપરાંત તાલુકામાં 36, સિદ્ધપુર શહેરમાં 5, તાલુકામાં 25, ચાણસ્મા તાલુકામાં 9, સાંતલપુર તાલુકામાં 20, રાધનપુર શહેરમાં 3, તાલુકામાં 7, શંખેશ્વર શહેરમાં 4 તાલુકામાં 7, સમી શહેરમાં 4, તાલુકામાં 5, હારિજમાં શહેરમાં 9 તાલુકામાં 9 અને સરસ્વતી તાલુકામાં 6 પોઝિટિવ કેસો સાથે જિલ્લામાં નવા 170 કેસ નોંધાયા છે. આમ પાટણ શહેર સહિત જિલ્લામાં કોરોના સંક્રમણ બેકાબૂ બની આગળ વધી રહ્યો છે. શહેર કરતાં ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે. શનિવારે નોંધાયેલા કોરોના પોઝિટિવ કેસોમાં પાટણ તાલુકામાં સૌથી વધુ 36 કેસ નોંધાયા છે
વધુ વાંચો:ગુજરાત કોરોના અપડેટઃ છેલ્લા 24 કલાકમાં કોરોનાના 14,097 પોઝિટિવ કેસ નોંધાયા