ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટણમાં વધુ બે કેસ, કુલ 17 લોકો કોરોના પોઝિટિવ - પાટણ શહેર

જિલ્લાના પ્રથમ કોરોના પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવેલ વધુ બે દર્દીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય તંત્ર દોડતું થયુ છે. આ બન્ને દર્દીઓને ધારપુર હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. આ બન્ને દર્દીઓએ પૈકી મહિલા દર્દીએ પાટણ શહેરની સદભાવ હોસ્પિટલમાં સારવાર લીધી હોવાનું બહાર આવતા આરોગ્ય તંત્રએ સદભાવ હોસ્પિટલને સીલ કરી ટીબી ત્રણ રસ્તાને કોરોન્ટાઈન એરિયા જાહેર કરી પોલિસ બંદોબસ્ત ગોઠવ્યો છે. આમ પાટણ જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 17 થવા પામી છે.

પાટણમાં
પાટણમાં

By

Published : Apr 24, 2020, 4:57 PM IST

સિદ્ધપુરની શિફા હોસ્પિટલમાં ડાઇવર તરીકે નોકરી કરતા મૂળ ઉંબરૂ ગામના 50 વર્ષીય પુરુષ પણ પ્રથમ કોરોના પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવ્યો હતો. તો બીજી તરફ સરસ્વતી તાલુકાના ભીલવણ ગામની 65 વર્ષીય મહિલા પાટણ જિલ્લાના પ્રથમ કોરોના પોઝિટિવ કેસના દર્દીના સંપર્કમાં આવી હતી. આ મહિલા બિમાર પડતાં તેને પાટણ ની સદભાવ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. આ બન્ને દર્દીઓને કોરોના શંકાસ્પદ જણાતા ધારપુર હોસ્પિટલમાં લાવી તેમના સેમ્પલ ટેસ્ટ કરતા આ બન્ને દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે.

જ્યારે આરોગ્ય તંત્રની ટીમે સદભાવ હોસ્પિટલ પહોંચી દર્દીના સંપર્કમાં આવેલાઓની તપાસ હાથ ધરી હતી. તેમજ હોસ્પિટલ અને ટીબી ત્રણ રસ્તાને કોરેન્ટાઈન એરિયા જાહેર કરી પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો છે. તેમજ આ બન્ને દર્દીઓના પરિવારો તેમજ ભીલવણ અને ઉંબરૂ ગામમાં તેમના સંપર્કમાં આવેલાઓને શોધવા અને સેનેટાઈઝ કરવાની કામગીરી આરોગ્ય તંત્રએ હાથ ધરી છે.

પાટણમાં વધુ બે દર્દીઓ કોરોના પોઝીટીવ કુલ 17 કેસ પોઝિટિવ થયા
નેદ્રા ગામના કોરોના પોઝિટિવ આવેલ 11 દર્દીઓની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવતા તેઓને ધારપુર હોસ્પિટલમાંથી રજા આપી દેથળી ખાતે ફેસિલિટી કોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા હતા. જ્યાં તેઓના ફોલોઅપ સેમ્પલ લેવામાં આવ્યા હતા. ત્યારે ગત રોજ બે દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ શુક્રવારે વધુ ત્રણ દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય તંત્રની ચિંતા વધી છે.

ABOUT THE AUTHOR

...view details