ગુજરાત

gujarat

By

Published : May 11, 2020, 7:53 PM IST

ETV Bharat / state

પાટણમાંથી 145 પરપ્રાંતીયોને મધ્ય પ્રદેશ રવાના કરાયા

પાટણ અને સરસ્વતી તાલુકામાંથી લોકડાઉનને પગલે અટવાયેલા 145 પરપ્રાંતિય શ્રમિકોને સોમવારના રોજ વહીવટીતંત્ર દ્વારા માદરેવતન મોકલવાની વ્યવસ્થા કરી હતી. પાંચ એસટી બસો મારફતે આ તમામને પાટણથી મહેસાણા અને ત્યાંથી ટ્રેન દ્વારા મધ્યપ્રદેશ રવાના કર્યા હતા. આ શ્રમિકો પાસેથી પહેલા ભાડા પેટે વહીવટીતંત્ર દ્વારા રૂપિયા 500 ઉઘરાવવામાં આવ્યા હતા, પરંતુ ત્યારબાદ ઉઘરાવેલા ભાડાના પૈસા પરત આપવામાં આવ્યા હતા. તમામ પરપ્રાંતીયોને સરકારી ખર્ચે વતન મોકલવાની જાહેરાત કરવામાં આવી છે. પરંતુ સ્પષ્ટ પરિપત્રને કારણે કર્મચારીઓ દ્વિધામાં મુકાયા હતા.

પાટણમાંથી 145 પરપ્રાંતીયોને મધ્ય પ્રદેશ રવાના કરાયા
પાટણમાંથી 145 પરપ્રાંતીયોને મધ્ય પ્રદેશ રવાના કરાયા

પાટણઃ જિલ્લામાં પરપ્રાંતમાંથી મજૂરીકામ અર્થે આવેલા શ્રમિકો લૉકડાઉનના પગલે જે-તે શહેર અને નગરોમાં અટવાયા હતા. તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા જે તે રાજ્યમાં અટવાયેલા પરપ્રાંતીયોને પોતાના વતન પરત મોકલવાની જાહેરાત કરવામાં આવી હતી. જેને પગલે પાટણ તાલુકાના 138 અને સરસ્વતી તાલુકાના 7 મળી કુલ 145 મધ્યપ્રદેશના શ્રમીકોએ વતન જવા વહીવટી તંત્ર પાસે મંજૂરી માંગી હતી.

પાટણમાંથી 145 પરપ્રાંતીયોને મધ્ય પ્રદેશ રવાના કરાયા

આ સંદર્ભે સોમવારે બપોરના સમયે પાટણ મામલતદાર કચેરી ખાતે તમામ 145 પરપ્રાંતિય શ્રમિકોને એકઠા કરવામાં આવ્યા હતા અને પાંચ એસટી બસો દ્વારા મહેસાણા ખાતે લઈ જઈ ત્યાંથી મધ્યપ્રદેશ તરફ જનાર ટ્રેનમાં બેસાડી પોતાના વતન રવાના કર્યા હતા.

ઉઘરાવેલા ભાડાના પૈસા પરત આપવામાં આવ્યા

પાટણ મામલતદાર કચેરીના કર્મચારીઓ દ્વારા પહેલાં તમામ શ્રમિકો પાસેથી ભાડા પેટે રૂપિયા 510 ઉઘરાવવામાં આવ્યા હતા, પરંતુ સરકાર દ્વારા શ્રમિકોના ભાડા મામલે કરવામાં આવેલ અસ્પષ્ટ પરિપત્રને લઈ મૂંઝવણમાં મુકાયા હતા અને છેવટે શ્રમિકોને ભાડા પેટે ઉઘરાવેલા રૂપિયા 510 પરત આપ્યા હતા. જોકે આ બેવડી કામગીરીને કારણે કર્મચારીઓ અકળાયા હતા.

ABOUT THE AUTHOR

...view details