પાટણ:શહેરમાં અષાઢી બીજના દિવસે નીકળનારી ભગવાન જગન્નાથની 140મી રથયાત્રાને લઇ હાલમાં મંદિર ટ્રસ્ટને રથયાત્રા સમિતિ દ્વારા તડામાર તૈયારીઓ(Patan Rathyatra Preparation) શરૂ કરવામાં આવી છે. શહેરના માર્ગ પર ઠેરઠેર સુશોભિત ગેટ(Decorative Gates at Patan Roads) અને કમાનો ઊભી કરાઇ છે. મંદિરમાં પ્રસાદ વિતરણ માટે ની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. બીજી તરફ શહેરીજનો અને ગ્રામ્ય વિસ્તારના લોકોમાં રથયાત્રાને લઇ ભગવાનના દર્શન કરવા માટેનો અનેરો ઉત્સાહ અને થનગનાટ જોવા મળી રહ્યો છે.
પાટણમાં ચાલુ વર્ષે 140મી રથયાત્રાની તૈયારીઓ આ પણ વાંચો:Patan Rathyatra 2021: પાટણમાં કરર્ફ્યૂ વચ્ચે ભગવાન જગન્નાથે કરી નગરની પરિક્રમા
રથયાત્રા સમિતિ દ્વારા હાલમાં તડામાર તૈયારીઓ -ગુજરાતની બીજા નંબરની અને દેશની બીજા નંબરની ગણાતી પાટણની ભગવાન જગન્નાથની રથયાત્રા છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીને કારણે મંદિર ટ્રસ્ટ દ્વારા પ્રતિકાત્મક રૂપે નિકાળવામાં આવી હતી. ચાલુ વર્ષે કોરોના મહદ અંશે કાબુમાં આવતા સરકારે નિયંત્રણો દૂર કર્યા છે. આ વર્ષે દર વર્ષની જેમ ચાલુ વર્ષે ભગવાન જગન્નાથજી સામે ચાલીને નગરજનોને દર્શન આપવા નીકળશે. જેને લઇને મંદિર અને રથયાત્રા સમિતિ દ્વારા હાલમાં તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. મંદિરમાં સાફ સફાઈ સહિત દર્શનાર્થીઓને આપવામાં આવતા મગ અને ચણાના પ્રસાદની સાફ સફાઈ કરવામાં આવી રહી છે.
ચાલુ વર્ષે મંદિર ટ્રસ્ટ દ્વારા 1700 મણ પ્રસાદ વિતરણ નું કરાયું આયોજન બીજી તરફ રથયાત્રા જે માર્ગો પરથી પસાર થવાની છે - તે માર્ગોને સુશોભિત ગેટ અને કમાનોથી શણગારવામાં આવ્યા છે. રથયાત્રાને લઈને પાટણ નગરજનો અને ગ્રામ્ય વિસ્તારના લોકોમાં અનેરો ઉત્સાહ અને થનગનાટ જોવા મળી રહ્યો છે. પાટણ નગરપાલિકા તંત્ર(Patan Municipal Corporation) દ્વારા રથયાત્રાના માર્ગ ઉપર પડેલા ખાડાનું પીચિંગ અને ડામર કામ કરી પેવર કરવામાં આવી રહ્યું છે.
રથયાત્રામાં અત્યાર સુધીમાં ૫૧ થી વધુ સેવા કેમ્પો જોડાયા 51થી વધુ સેવા કેમ્પો નોંધાયા - જગદીશ મંદિરના મેનેજીંગ ટ્રસ્ટી(Temple Managing trustee) પિયુષ આચાર્યએ જણાવ્યું હતું કે, રથયાત્રામાં લોકો સારી રીતે ભગવાનના દર્શન કરી શકે તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં 51થી વધુ સેવા કેમ્પો નોંધાયા છે. આગામી સમયમાં હજી વધુ સેવા કેમ્પો ઉભા કરાય તેવી શક્યતાઓ સેવાઇ રહી છે. 140ની રથયાત્રા ને ધ્યાને લઇને 140 જેટલી ઝાંખીઓ રથયાત્રામાં જોડાશે.
આ પણ વાંચો:ભગવાન જગન્નાથ કોરોના હણે તે માટે Mask અને સેનેટાઈઝરની કરાઈ આંગી
એક પણ વ્યક્તિ પ્રસસાદથી વંચિત ન રહે તે માટે મંદિર ટ્રસ્ટ દ્વારા પ્રસાદ વિતરણનું આયોજન -ચાલુ વર્ષે રથયાત્રાના દિવસે શહેરના જુના ગંજ બજારમાં વિશ્વ શાંતિ અર્થે વિષ્ણુ યજ્ઞનું આયોજન પણ કરાયું છે. બીજી તરફ બે વર્ષના વિરામ બાદ નીકળનારી રથયાત્રામાં ભાવિ ભક્તોનું ઘોડાપુર ઉમટે તેવી શક્યતાઓને ધ્યાને રાખી એક પણ વ્યક્તિ પ્રસસાદથી વંચિત ન રહે તે માટે મંદિર ટ્રસ્ટ દ્વારા અગાઉના વર્ષ કરતાં ચાલુ વર્ષે 1700 મણ મગ અને ચણાના પ્રસાદ વિતરણનું આયોજન કરાયું છે. જે અત્યાર સુધીનો સૌથી વધુ પ્રસાદ વિતરણ થનાર હોવાનું મેનેજીંગ ટ્રસ્ટી એ જણાવ્યું હતું.