ગુજરાત

gujarat

ETV Bharat / state

Rathyatra 2021: પાટણની 139મી રથયાત્રાને મળી વહીવટી તંત્રની મંજૂરી - patan rathyatra news

રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ ખાતે ભગવાન જગન્નાથની રથયાત્રાને મંજૂરીની મહોર આપ્યા બાદ ગુરુવારે મોડી સાંજે પાટણ જિલ્લા વહીવટી તંત્રએ પણ રાજ્યની બીજા નંબરની ગણાતી પાટણની રથયાત્રાને સરકારના નીતિ નિયમો અને કોરોનાની ગાઈડલાઈન સાથે લીલી ઝંડી આપી છે. જેને લઇ ભાવિ ભક્તો અને શ્રદ્ધાળુઓમા ભારે હર્ષોલ્લાસ સાથે આનંદની લાગણી ફેલાઇ છે.

Rathyatra 2021
Rathyatra 2021

By

Published : Jul 9, 2021, 9:02 PM IST

● પાટણમાં 139મી રથયાત્રાને મળી મંજૂરી
● રથયાત્રાનો માર્ગ ટૂંકાવવામાં આવ્યો
● રથયાત્રામાં ભગવાનના ત્રણ રથ અને નિશાન ડંકો જ રહેશે
● અખાડા કે ભજન મંડળી રથયાત્રામાં જોડાશે નહીં
● રથ ખેંચનારા ખલાસીઓ અને ભાગ લેનાર તમામએ કોરોના રસી લેવી પડશે તેમજ RT-PCR ટેસ્ટ પણ જરૂરી

પાટણ:દેશની ત્રીજા નંબરની અને ગુજરાતની બીજા નંબરની ગણાતી પાટણની ભગવાન જગન્નાથની 139મી રથયાત્રાને આખરે જિલ્લા વહીવટીતંત્રએ લીલીઝંડી આપતા જગદીશ મંદિર ટ્રસ્ટીઓ સહીત શ્રદ્ધાળુ ભક્તોમાં હર્ષોલ્લાસ સાથે આનંદની લાગણી ફેલાઇ છે.

રથયાત્રાને મળી વહીવટી તંત્રની મંજૂરી

આ પણ વાંચો: રથયાત્રામાં કોરોના ગાઈડલાઇનો ભંગ કરનારા વિરુદ્ધ થશે કડક કાર્યવાહી: પ્રદીપસિંહ જાડેજા

અખાડા કે ભજન મંડળી રથયાત્રામાં જોડાશે નહીં

દર વર્ષે મંદિર ટ્રસ્ટ દ્વારા 8 કિલોમીટરની લાંબી રથયાત્રા કાઢવામાં આવે છે, પરંતુ ચાલુ વર્ષે કોરોના મહામારીને લઈને તંત્ર દ્વારા માત્ર ત્રણ રથ અને નિશાન ડંકાને જ મંજૂરી આપવામાં આવી છે. કોરોના મહામારીને લઈને રથયાત્રાનો રથ રૂટ ટૂંકાવવામાં આવ્યો છે. 12મી જુલાઈએ બપોરે બાર વાગે નિજ મંદિર ખાતેથી રથયાત્રા પ્રસ્થાન થશે, જે હિંગળાચાચર, ચતુર્ભુજ બાગ, જૂનાગંજ થઈ બે કિલોમીટરનું અંતર કાપી નિજ મંદિરે પરત ફરશે. કોરોના ગાઇડલાઇન મુજબ રથ ખેંચનારા ખલાસીઓ તેમજ રથયાત્રામાં ભાગ લેનાર તમામેં કોરોના રસી લીધેલી હોવી જોઈએ, તેમજ 48 કલાક પહેલાનો RT-PCR ટેસ્ટ કરવો જરૂરી છે.

ભક્તો અને શ્રદ્ધાળુઓમા ભારે હર્ષોલ્લાસ

આ પણ વાંચો: Jagannath Rathyatra : જુઓ ભગવાન જગન્નાથજીની રથયાત્રાની વિશેષ ઝાંખી

પ્રસાદ વિતરણ માટે વહીવટીતંત્ર સાથે કરાશે પરામર્શ

પાટણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રથ યાત્રાને મંજૂરી આપી છે, જેને લઇ પૂર્ણ સંક્રમણ ન ફેલાય તે માટે મંદિર ટ્રસ્ટ દ્વારા ભાવિક ભક્તો ઘરે બેઠા જ રથયાત્રાના લાઈવ દર્શન કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવશે. તેમજ આ વખતની રથયાત્રામાં અખાડા કે ભજન મંડળીઓ અને અન્ય ઝાંખીઓ ને જોડવામાં આવશે નહીં. પ્રસાદ વિતરણ માટે વહીવટીતંત્ર સાથે પરામર્શ કર્યા બાદ જ અલગ અલગ જગ્યાએ પ્રસાદ પોઇન્ટ ગોઠવવાની વ્યવસ્થા કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details