ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટણ જિલ્લામાં કોરોનાનો બ્લાસ્ટ : નવા 114 કેસ નોંધાયા - gujarat

પાટણ શહેર સહિત જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં કોરોનાએ સૌ પ્રથમવાર 100નો આંક વટાવી મંગળવારે નવા 114 કેસ નોંધાવા પામ્યા છે અને પાટણ શહેરમાં સ્થિતિ ગંભીર સ્વરુપ ધારણ કરી રહી હોય તેવું દેખાઇ રહ્યું છે. જેને પગલે વહીવટીતંત્ર સાથે શહેરીજનોની ચિંતામાં પણ વધારો થયો છે.

Patan
Patan

By

Published : Apr 7, 2021, 6:48 AM IST

  • છેલ્લા એક સપ્તાહમાં દર્દીઓની સંખ્યામાં થઈ રહ્યો છે વધારો
  • કોરોનાની બીજી લહેરએ તમામ રેકોર્ડ તોડ્યા
  • જિલ્લામાં એક જ દિવસમાં 114 પોઝિટિવ કેસ નોંધાયા
  • કોરોના પોઝિટિવ કેસને લઇ તંત્ર દોડતું થયું

પાટણ: સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ બાદથી પાટણમાં કોરોનાનું સંક્રમણ વધતું જતાં હવે ઉછાળારુપ કેસને પગલે કોરોનાની બીજી લહેર ગંભીર સ્થિતિ ભણી આગળ વધી રહી છે. રોજેરોજ અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડતા કોરોનાના કેસોથી ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. પાટણ શહેર સહિત જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં કોરોનાએ સૌ પ્રથમવાર 100નો આંક વટાવી મંગળવારે નવા 114 કેસ નોંધાયા છે અને પાટણ શહેરમાં સ્થિતિ ગંભીર સ્વરુપ ધારણ કરી રહી હોય તેવું દેખાઇ રહ્યું છે. જેને પગલે વહીવટીતંત્ર સાથે શહેરીજનોની ચિંતામાં પણ વધારો થયો છે.

પાટણ

આ પણ વાંચો :રાજ્યમાં કોરોનાનો રેકોર્ડ બ્રેક, નવા 3,280 કેસ નોંધાયા

જિલ્લામાં કુલ પોઝિટિવ આંક 4966 પર પહોંચ્યો

છેલ્લા એક સપ્તાહમાં દર્દીઓની સંખ્યામાં ચડાવ- ઉતાર બાદ મંગળવારે જિલ્લામાં 114 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં પાટણ શહેરમાં કોરોનાનો બ્લાસ્ટ થયો હોય તેમ એકી સાથે 59 કેસ પ્રકાશમાં આવતા ભારે ખળભળાટ મચ્યો છે. તો બીજી તરફ આરોગ્યતંત્ર દોડતું થયું છે. પાટણમાં પોઝિટિવ દર્દીઓની દિન પ્રતિદિન વધી રહેલી સંખ્યાને લઇ વહીવટીતંત્ર પણ સક્રિય બન્યું છે. પાટણ ઉપરાંત તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં 19, ચાણસ્મા શહેરમાં 1 અને તાલુકામાં 10, રાધનપુર શહેરમાં 4, તાલુકામાં 1, સિધ્ધપુર શહેરમાં 2 અને તાલુકામાં 10, હારીજ શહેરમાં 2, સાંતલપુરમાં 1 અને તાલુકામાં 2, સમીમાં 1 અને તાલુકામાં નોંધાયા છે.

પાટણ જિલ્લામાં કોરોનાનો બ્લાસ્ટ

આ પણ વાંચો :આણંદ જિલ્લામાં કોરોનાનો કહેર, એક જ દિવસમાં 25 લોકો સંક્રમિત

પાટણ શહેરમાં પોઝિટિવ આંક 1607 પર પહોંચ્યો

પાટણ જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવ દર્દીઓનો આંક 4966 ઉપર પહોંચ્યો છે. જ્યારે પાટણ શહેરમાં કુલ 1607 દર્દીઓ ઝપેટમાં આવ્યા છે. તો 305 શંકાસ્પદ દર્દીઓના રીપોર્ટ હાલ પેન્ડીંગ છે. જ્યારે કોરોના પોઝિટિવ 28 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને 370 હોમ આઇસોલેશન છે. આમ કોરોનાની બીજી લહેરએ શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારને પણ લપેટમાં લેતા લોકો તકેદારી નહીં રાખે તો કોરોના સમગ્ર જિલ્લામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરશે તેમ હાલની સ્થિતિ પરથી લાગી રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details