પાટણ: પાટણ શહેરમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં ધરખમ વધારો થઈ રહ્યો છે ત્યારે રવિવારે વધુ 6 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેમાં શહેરના નાનીસારામાં 2 કેસ ,સોનલ સોસાયટીમાં 2, ગુરુકૃપા સોસાયટીમાં 1 અને હાંશાપુરમાં 1 કેસ નોંધાયો છે. જ્યારે ધારપુર હોસ્પિટલ કેમ્પસમાં 1 કેસ નોંધાયો છે.
પાટણ જિલ્લામાં રવિવારે વધુ 11 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા - New cases reported in patan district
પાટણ જિલ્લામાં રવિવારે કોરોનાના વધુ 11 પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામાં હવે સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 840 થઇ છે. જ્યારે પાટણ શહેરમાં 6 કેસ નોંધાતા કુલ આંક 376 થયો છે.
પાટણ જિલ્લામાં રવિવારે વધુ 11 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા
આ ઉપરાંત ચાણસ્મા તાલુકાના પીંઢારપુરા ગામમાં પણ 1 કેસ, હારીજ શહેરની સિદ્ધેશ્વરી સોસાયટીમાં 1 કેસ નોંધાયો છે. સિદ્ધપુર શહેરની ધરણીધર સોસાયટીમાં 1 અને તાલુકાના ખોલવાડમાં 1 કેસ નોંધાયો છે.
અત્યાર સુધીમાં કોરોનાથી 56 વ્યક્તિઓના મોત થયા છે. 455 દર્દીઓ સ્વસ્થ થતા તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હોમ આઈસોલેશન હેઠળ 225 દર્દીઓ સારવાર હેઠળ છે.જ્યારે 140 ટેસ્ટ સેમ્પલ પેન્ડિંગ છે.