● ભારતીય ચલણી નોટોની આંગીએ ભક્તોમાં જમાવ્યું આકર્ષણ
● મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ આંગીના દર્શન કર્યા
● ભારતીય અને વિદેશી ચલણી નોટો મળી કુલ 1,70,000 લાખની કરાઈ આંગી
પાટણ: સમગ્ર દેશમાં પવિત્ર શ્રાવણ માસમાં શિવ ભક્તો શિવાલયોમાં જઇ ભગવાન શિવની પૂજા, અર્ચના કરી તેમને રિઝવવાના પ્રયાસો કરી રહ્યા છે. શહેરના બગેશ્વર મહાદેવ મંદિરમાં દર શ્રાવણ માસમાં ભગવાન ભોળાનાથને અલગ-અલગ આંગિયો કરવામાં આવે છે, જેવી કે કઠોળ અનાજ ફ્રુટ ચોકલેટ,બાર જ્યોતિર્લિંગ, બરફના શિવલિંગ સહિતની અનેક આંગીઓ કરવામાં આવે છે.
આ પણ વાંચો- મેરામણ કરે છે મહાદેવને અભિષેક, શ્રાવણ માસમાં ગંગેશ્વર મહાદેવના દર્શન કરી ભક્તો થાય છે ધન્ય
ચલણી નોટોની વિશેષ આંગી કરી દર્શન ભક્તો માટે ખુલ્લા મૂકવામાં આવ્યા
ચાલુ વર્ષે શ્રાવણ માસના ત્રીજા સોમવારે બગેશ્વર મહાદેવ મંદિર ખાતે ભગવાન શિવને ચલણી નોટોની વિશેષ આંગી કરી દર્શન ભક્તો માટે ખુલ્લા મૂકવામાં આવ્યા હતા. ચલણી નોટોની આંગીમાં બે ,પાંચ, દસ ,વીસ ,50,100,200, 500 અને બે હજાર રૂપિયાની ભારતીય ચલણી નોટો તેમજ વિદેશી નોટો મળી કુલ એક લાખ સીત્તેર હજારની આંગી કરવામાં આવી હતી.
આ પણ વાંચો- શું છે શ્રાવણ મહિનાનો મહિમા, કેમ કરવામાં આવે છે શિવનો જળાભિષેક ?
શ્રાવણ માસ નિમિત્તે દર વર્ષે જાત-ભાતની આંગીઓ કરતા હોઇએ છે
આ અંગે માહિતી આપતા પૂજારી કમલેશ રાવલે જણાવ્યું હતું કે, શ્રાવણ માસ નિમિત્તે દર વર્ષે જાત-ભાતની આંગીઓ કરતા હોઇએ છે. ત્યારે આ વર્ષે અમે ચલણી નોટોની આંગી કરી છે. દર વર્ષે આ વિવિધ આંગીના દર્શનનો ભાવિક ભક્તો લાભ લેતા હોય છે. જ્યારે આ વર્ષે પણ ભગવાન શિવની આ મનોહર આંગીના મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ દર્શન કર્યા હતા.