ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટણ HNG યુનિવર્સિટીના 1.10 લાખ વિદ્યાર્થીઓને પરીક્ષા વગર મેરીટ બેઝ પ્રોગ્રેશન પ્રમાણે પાસ કરાશે - Patan HNG University

કોરોના મહામારીને લઇ સરકારના આદેશ મુજબ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં સ્નાતકના સેમિસ્ટર 2 અને 4ના વિધાર્થીઓને મેરીટ બેઝ પ્રોગ્રેશન મુજબ પાસ કરવામાં આવશે. અંદાજે 1.10 લાખ વિદ્યાર્થીઓને પરીક્ષા વગર આ પદ્ધતિથી પરિણામ આપવામાં આવશે. સ્નાતકમાં અંતિમ સેમિસ્ટર અને અનુસ્નાતકના તમામ સેમિસ્ટરના છાત્રોની પરીક્ષા યોજાશે.

પાટણ HNG યુનિવર્સિટીના 1.10 લાખ વિદ્યાર્થીઓને પરીક્ષા વગર મેરીટ બેઝ પ્રોગ્રેશન પ્રમાણે પાસ કરાશે
પાટણ HNG યુનિવર્સિટીના 1.10 લાખ વિદ્યાર્થીઓને પરીક્ષા વગર મેરીટ બેઝ પ્રોગ્રેશન પ્રમાણે પાસ કરાશે

By

Published : May 23, 2021, 6:41 AM IST

  • કોરોના મહામારીને લઈને સરકારે લીધો નિર્ણય
  • યુનિવર્સિટી સ્નાતક કક્ષામાં સેમ 2 અને 4ના વિધાર્થીઓને મેરીટ બેઝ પ્રોગ્રેશન આપશે
  • સ્નાતકમાં અંતિમ સેમિસ્ટર અને અનુસ્નાતકના તમામ સેમિસ્ટરના વિદ્યાર્થીઓની પરીક્ષા યોજાશે

પાટણઃ હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં વર્ષ 2020માં કોરોના મહામારીને લઇ સેમિસ્ટર 2,3 અને 4ના વિધાર્થીઓને મેરીટ બેઝ પ્રોગેશન આપી પાસ કરવામાં આવ્યા હતા. ત્યારે વર્ષ 2021માં પણ કોરોનાની બીજી લહેરમાં ઓફલાઈન પરીક્ષામાં વિધાર્થીઓના જીવ જોખમમાં મુકાય નહિ તે માટે મેરીટ બેઝ પ્રોગ્રેશન મુજબ પાસ કરવામાં આવશે.

આ પણ વાંચોઃધોરણ 12ના વિદ્યાર્થીને માસ પ્રમોશન નહીંઃ CM

પરીક્ષા વગર એમ.બી.પી પ્રમાણે પાસ કરવા માટેની જાહેરાત કરવામાં આવી છે

સુરક્ષા અને ભવિષ્યને ધ્યાને લઇ કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે રાજ્ય સરકાર દ્વારા યુનિવર્સિટીઓમાં અંતિમ વર્ષ સિવાયના સેમિસ્ટર 2,4 અને 6ના વિદ્યાર્થીઓને પરીક્ષા વગર એમ.બી.પી પ્રમાણે પાસ કરવા માટેની જાહેરાત કરવામાં આવી છે. જે અનુસંધાને હેમચંદ્રાચાર્ય યુનિવર્સીટીમાં પણ સ્નાતક કક્ષામાં સેમિસ્ટર 2 અને 4ના વિદ્યાર્થીઓને પરીક્ષા લીધા વગર મેરીટ બેઝ પ્રોગ્રેશન આપવામાં આવશે.

પાટણ HNG યુનિવર્સિટીના 1.10 લાખ વિદ્યાર્થીઓને પરીક્ષા વગર મેરીટ બેઝ પ્રોગ્રેશન પ્રમાણે પાસ કરાશે

ગત સેમિસ્ટરની પરીક્ષામાં મેળવેલા ગુણના 50ટકા ગુણની ગણતરી કરી પરિણામ આપવામાં આવશે

સેમેસ્ટર 2 અને 4ના વિદ્યાર્થીઓને તેમની આંતરિક મૂલ્યાંકન પરીક્ષાના ગુણ પૈકી 50ટકા ગુણ તેમજ ગત સેમિસ્ટરની પરીક્ષામાં મેળવેલા ગુણના 50ટકા ગુણની ગણતરી કરી પરિણામ આપવામાં આવશે, તેવી સરકાર દ્વારા જાહેરાત કરાઈ છે. પરંતુ હજુ સત્તાવાર પરિપત્ર આવ્યો નથી.

આ પણ વાંચોઃધોરણ 10માં બોર્ડના વિદ્યાર્થીઓને માસ પ્રમોશનથી અનેક પ્રશ્નો સર્જાશે?

સરકારના આદેશ મુજબ HNG યુનિવર્સિટીમાં સંલગ્ન 380 કોલેજો છે

સરકારના આદેશ મુજબ HNG યુનિવર્સિટીમાં સંલગ્ન 380 કોલેજો છે. જેમાં સ્નાતકમાં અંદાજે સેમિસ્ટર 2માં 60 હજાર અને સેમિસ્ટરમાં 4માં 50 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના હતા. કુલ 1.10 લાખની આસપાસ વિદ્યાર્થીઓને પરીક્ષા લીધા વગર મેરીટ બેઝ પ્રોગેશન આપવાનું થશે.

ABOUT THE AUTHOR

...view details