ગુજરાત

gujarat

ETV Bharat / state

કારગિલ દિવસ વિશેષઃ પંચમહાલના વીર સપૂત ભલાભાઇ આજે પણ લોકોના દિલમાં જીવી રહ્યાં છે - પંચમહાલ ન્યુઝ

પંચમહાલ: 26 જુલાઈ કારગિલ વિજય દિવસ તરીકે ઉજવામાં આવે છે. જમ્મુ કાશ્મીરમાં આવેલી કારગીલ હિલ ઉપર પાકિસ્તાન દ્વારા કબજો જમાવાની કોશિષ કરવામા આવી હતી. ત્યારબાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું હતું. જેને "કારગિલ વોર" પણ ઓળખવામાં આવે છે. જેમાં સૌથી વધુ 500 જવાન શહીદ થયા હતા અને 1000થી વધુ જવાનો ઘાયલ થયા હતા. આ કારગિલના યુદ્ધમાં ગુજરાતી જવાનો પણ જંગમાં જોડાયા હતા.

Panchmahal martyred

By

Published : Jul 25, 2019, 5:55 PM IST

પંચમહાલ શહેરા તાલુકાના ખટકપૂર ગામના ભલાભાઇ બારીયાએ પણ સામે ગોળીબારી વચ્ચે તેમણે દુશ્મનોને માત આપી શહીદ થયા હતા. તે આજે પણ તેમના પરિવારના સભ્યો ભલાભાઈ બારીયાને યાદ કરે છે. ગામની સરકારી શાળાને તેમનું નામ આપવામાં આવ્યું છે. શાળાના કમ્પાઉન્ડમાં આવેલી તેમની ખાંભી પરના સુરજ અને ચાંદો કહી રહ્યા છે. "જબ તક સૂરજ ચાંદ રહેગા ભલાભાઇ તેરા નામ રહેગા."

પંચમહાલના વીર સપૂત ભલાભાઇ આજે પણ લોકોના દિલમાં

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ખટકપુર ગામના ભલાભાઈ બારીયાનો જન્મ પિતા અખમભાઈ અને માતા ઝીણી બેનના કુખે થયો હતો. પ્રાથમિક શિક્ષણ ગામની સરકારી શાળા અને બાજુમાં આવેલા નાંદરવાગામની હાઈસ્કૂલમાં માધ્યમિક શિક્ષણ લીધું હતું.

ત્યારબાદ તેઓ દેશદાઝની ભાવના હોવાથી તેઓ સેનામાં જવાનું નક્કી કરીને 12 મહાર રેજીમેન્ટમાં જોડાયા હતા.1999માં પાકિસ્તાન દ્વારા જમ્મુ કાશ્મીરના કારગિલ વિસ્તારમાં કબજો જમાવવાની કોશિશ કરવામાં આવી અને ત્યારબાદ ઘર્ષણ પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ સ્થિતિ સર્જાઈ હતી. જેમાં ભારત અને પાકિસ્તાનની સેના વચ્ચે કારગિલ વિસ્તારમાં સામસામો ગોળીબાર ચાલુ થયો. ગોળીબારની સાથે-સાથે મોર્ટારોનો મારો પણ થતો હતો. પરંતુ દુશ્મનોને માત આપવા ભલાભાઇ અડીખમ અને અડગ હતા. તેઓ દુશ્મનોના બંધ બંકર ઉપર ગોળીબાર કરીને જવાબ આપતા હતા. જ્યારે દુશ્મનની એક ગોળી તેમના શરીરને આરપાર વીંધાઈ હતી. તેમજ લડતાં લડતાં દેશ માટે શહીદ થઈ હતા. ત્યારબાદ તેમના પાર્થિવ દેહને માદરેવતન ખટકપૂર લાવીને પુરા રાજકીય સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી.

આજે પણ ખટકપૂર ગામમાં તેમનો પરિવાર રહે છે અને તેમને યાદ કરે છે. ભલાભાઇ બારીયાના નાનાભાઈ બળવંતભાઈ ખેતી કરીને ગુજરાન ચલાવે છે. માતા-પિતા અવસાન પામ્યા છે. અન્ય એક ભાઈ આર્મીમાંથી સેવાનિવૃત્ત છે. જ્યારે શહીદ ભલાભાઈના પત્ની કોકિલાબેન તેમના પિયરમાં રહેતા હોવાનું જાણવા મળ્યું છે. તેમના પરિવારને સૂર્યોદય માજી સૈનિક મહામંડળ રાજકોટ તરફથી પ્રમાણપત્ર મળ્યું છે. આ મંડળના સંયોજક સેવાનિવૃત્ત ઓફિસર મનન દેસાઈ દ્વારા લિખિત પુસ્તક" કારગિલ યુદ્ધ ગુજરાતના સૈનિકો "જેમાં ભલાભાઈની વીર ગાથા વર્ણવી છે.

સુરતની શ્રી જય જવાન નાગરિક સમિતિ દ્વારા પણ પ્રમાણપત્ર આપી તેમની શહીદીને બિરદાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ભલાભાઇ નાના ભાઈ બળવંતભાઈએ ETVBHARAT સાથેની વાતચીતમાં જણાવ્યું કે, અમારા મોટાભાઈ 1999માં કારગીલ યુદ્ધમાં શહીદ થયા હતા. આજે પણ તેમને યાદ કરે છે અમારા મોટાભાઈએ દેશ અને પંચમહાલ જિલ્લા અને શહેરાતાલુકાનું નામ રોશન કર્યું છે. આજે તેઓ અમારી વચ્ચે છે. તે અમારી વચ્ચે છે એવું અમને લાગે છે.

ત્યારબાદ ETV BHARAT એ ખટકપુર ગામમાં આવેલી સરકારી પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી. આ શાળામાં ભલાભાઈ એઅભ્યાસ કર્યો હતો. આ શાળાના પ્રાંગણમાં એક ખાંભી આવેલી છે. તેમાં અમર જવાન લખવામાં આવ્યું છે. શાળાના શિક્ષક રાજેશભાઈ પટેલ ETV BHARATને જણાવે છે કે, "આ શાળાને ભલાભાઈ અખમભાઈ બારીયા પ્રાથમિક શાળા નામ આપવામાં આવ્યું છે. આ નામા તત્કાલિન શિક્ષણ પ્રધાન આનંદીબેન પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું.

આજે કારગીલના યુદ્ધને બે દાયકા ઉપરનો સમય વીતી ગયો છે. પરંતુ ભલાભાઇ બારીયા જેવા વીર જવાન શહીદ આજે પણ અમર છે. ત્યારે ETV ભારત પણ ભલાભાઇ બારીયા જેવા વીર શહીદોને નમન કરે છે.

ABOUT THE AUTHOR

...view details