ગુજરાત

gujarat

By

Published : Jun 14, 2019, 5:28 PM IST

ETV Bharat / state

ગોધરામાં વિશ્વ રક્તદાન દિવસની ઉજવણી કરાઇ

પંચમહાલ: સમગ્ર વિશ્વમાં 14મી જુનના દિવસને વિશ્વ રક્તદાતા દિવસ એટલે કે વર્લ્ડ બ્લડ ડોનેશન તરીકે ઉજવવામાં આવતો હોય છે. ત્યારે પંચમહાલનું મખ્યમથક એવા ગોધરામાં ખાતે ઇન્ડીયન રેડક્રોસ સંચાલિત બ્લડબેન્ક ખાતે વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પ્રાથમિક સારવાર વર્ગના વિદ્યાર્થીઓ, શહેરના નાગરિકોએ રકતદાન કર્યુ હતુ. ગોધરાના નાગરિક હોતચંદ ધમવાણીએ 130મી વખત રકતદાન કરીને અનોખી મિસાલ કાયમ કરીને આજની યુવાપેઢીને અનોખો સંદેશ આપ્યો હતો.

ગોધરામાં વિશ્વ રક્તદાન દિવસની ઉજવણી કરાઇ

માનવજીવનમાં રક્તનું ખૂબ જ મહત્વ છે. ત્યારે 14મી જૂનના દિવસે વિશ્વ રકતદાન દિવસની ઉજવણી કરવામાં આવે છે. રકતદાન મહાદાનના સુત્રને સાર્થક કરતા ગોધરા ખાતે આવેલી ઇન્ડિયન રેડક્રોસ સંચાલિત બ્લડબેન્ક ખાતે વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

જેમાં અહીં પ્રાથમિક સારવારના અભ્યાસ ક્રમની તાલીમ લેવા આવતા વિદ્યાર્થીઓને રકતદાનના મહત્વ વિશે રેડક્રોસના મધ્ય ગુજરાતના કન્વિનર કિશોરીલાલ ભાયાણીએ વિગતે માહિતી આપી રકતદાન કરવા અપીલ કરી હતી.

ગોધરામાં વિશ્વ રક્તદાન દિવસની ઉજવણી કરાઇ

ગોધરા શહેરના નાગરિક અને સામાજિક કાર્યકર હોતચંદ ધમવાનીએ 130મી વખત રકતદાન કરી અનોખો સંદેશ સમાજમાં આપીને રકતદાન કરવા અપીલ કરી હતી. આ પ્રસંગે વાઇસ ચેરમેન અજીતસિંહ ભાટી, કૉમર્સ કૉલેજના પ્રોફેસર અરૂણસિંહ સોલંકી, સહિતના લોકોએ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details